તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:માછરડાની વીડીમાં વિકરાળ આગ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વીડીમાં નાના-મોટા જીવજંતુઓ અને પક્ષીઓનો સોથ વળી ગયો

કાલાવડના માછરડા ગામે ગૌચરની વીડીમાં આગ ભભૂકી ઉઠતા ભારે દોડધામ મચી જવા પામી હતી. સ્થાનિક લોકો અને ફાયરબ્રિગેડની મદદથી આગને કાબૂ લેવામાં આવી હતી, પરંતુ ત્યાં સુધી અનેક નાના-મોટા પક્ષીઓ અને જીવજંતુઓ આગની હડફેટે આવી ગયા હતા.

કાલાવડ તાલુકાના માછરડા ગામે આવેલી ગૌચરની વીડીમાં ગુરૂવારે બપોરના સમયે એકાએક આગ ભભૂકી ઉઠી હતી જેની જાણ થતાં આજુબાજુના તેમજ ગામના યુવાનો તેમજ ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે દોડી ગયું હતું અને મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાના કારણે વીડીમાં અનેક પ્રકારના જીવજંતુઓ તથા પક્ષીઓ ભુંજાઈ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો