દુઃખદ:જામનગરની જી.જી.હોસ્પિટલના બિછાને બ્લેક ફંગસના મહિલા દર્દીનું મૃત્યુ નિપજ્યું

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 60 વર્ષિય વૃધ્ધાનું મૃત્યુ ડાયાબીટીસ સહિતની જૂની બિમારીને કારણે થયાનું કરાયું જાહેર

જામનગરમાં કોરોનાનો પ્રકોપ શાંત પડ્યો છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ઘણા લોકો મ્યુકરમાઈકોસિસનો ભોગ બન્યા છે. સરકાર દ્વારા મ્યુકરમાઈકોસિસ એટલે કે બ્લેકફંગસને પણ મહામારી જાહેર કરવામાં આવી છે. જામનગરની જી.જી.હોસ્પિટલમાં મ્યુકરમાઈકોસિસના બે દર્દીઓ સારવાર હેઠળ હતા જયારે શુક્રવારના રોજ એક દર્દીનું મૃત્યુ થયું છે. જામનગરની જી.જી.હોસ્પિટલના મ્યુકરમાઈકોસિસ વોર્ડમાં બે દર્દી સારવાર હેઠળ હતા જે પૈકી અમરીબેન (60 વર્ષ) નામના વૃદધાનું મૃત્યુ નીપજ્યું છે.

અમરીબેન કોરોનાથી સ્વસ્થ થયા બાદ મ્યુકોરમાઇકોસીસનો ભોગ બનતા તેઓને 13 દિવસ પહેલા ઇએનટી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા.પરંતુ ગઈકાલના રોજ તેમનું મૃત્યુ નિપજ્યું છે. જી.જી.હોસ્પિટલમાં મ્યુકોર માઇકોસીસના એક દર્દી સારવાર હેઠળ છે. જામનગર જીલ્લામાં કોરોના છેલ્લા ઘણા સમયથી શાંત પડ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં સપ્તાહપૂર્વે એક કેસ નોંધાયો હતો. ત્યાર બાદ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. હાલ જીજી હોસ્પિટલના કોરોના વોર્ડમાં એક પણ દર્દી દાખલ નથી.

અન્ય સમાચારો પણ છે...