તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કૃષિ:હડિયાણા ગામમાં ઓર્ગેનિક ખેતીથી વર્ષે 2500 કિલોનું ઉત્પાદન મેળવતા ખેડૂત

હડિયાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ ફળની આશરે 25 વર્ષ સુધી ખેતી કરી શકાય છે - Divya Bhaskar
આ ફળની આશરે 25 વર્ષ સુધી ખેતી કરી શકાય છે
  • દોઢ વીઘાની જમીનમાં ડ્રેગનફ્રૂટની ખેતીથી દર વર્ષે ઉપજ અને આવકમાં વધારો

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના હડિયાણા ગામના ખેડૂત દેવીનભાઈ ટપુભાઈ નકુમે પોતાની બાલાચડી અને હડિયાણાની વચ્ચેની સીમમાં આવેલી વાડીમાં વર્ષોથી જૂની પદ્ધતિથી ખેતી કરતા હતા. પરંતુ તેમાં તેઓને મોટા ભાગે નુકસાની થતી હતી. આથી તેઓ ઓર્ગેનિક ખેતી અપનાવી છે.

વાડી માલિકે પોતાની વાડી મા દોઢ વીઘા ની જમીનમાં ડ્રેગનફ્રુટની ખેતી કરી છે. આ ફળ દેશી દવા તરીકે પણ કામ આવે છે. આ ખેતીમાં 1 વર્ષમાં આશરે 2500 કિલોનું ઉત્પાદન થાય છે. આ ફળની આશરે 25 વર્ષ સુધી ખેતી થાય છે. એક જ વખત શરૂઆતમાં ખર્ચ થાય છે ત્યારબાદ લાંબા સમય સુધી ખર્ચ કરવો પડતો નથી.

વળી, દર વર્ષે ઉત્પાદન અને આવકમાં વધારો થાય છે. લગભગ અઢી દાયકા સુધી ઉકત ફળની ખેતી થતી હોવાના કારણે લાંબા સમય સુધી વધુ કોઇ ખર્ચ વગર ઉત્પાદન સાથે નોંધપાત્ર આવક રળી શકાતી હાેવાનું કૃષિ વિશેષજ્ઞોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો