અભિયાન:પાછલું તળાવ કચરાપેટી બનતા નેધરલેન્ડની સંસ્થાએ સફાઇ કરી

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિ.પ્લોટ-17થી સુમેર કલબ રોડ સુધી સફાઇ અભિયાન ચાલ્યું

જામનગરના નજરાણા સમાન લાખોટા મહેલવાળા રણમલ તળાવના ભાગ 1-2ના હિસ્સામાં સિક્યુરીટીના કડક ચેકીંગ અને કચરાપેટીઓને કારણે કચરો ફેંકાવાનું બંધ થયું છે. પરંતુ પાછલા તળાવ તરીકે ઓળખાતા બીજા બે હિસ્સામાં ટનબંધ કચરાની ભરમાર છે. જેમાંથી થોડો કચરો દુર કરવા જામનગર અને નેધરલેન્ડની સંસ્થા કોર્પોરેશનની ટીમ સાથે પ્રયાસ કર્યો હતો.

બુધવારે નેધરલેન્ડની ટ્રેઝર હન્ટ નામની એનજીઓના પ્રતિનિધિ તેમજ નિસર્ગ નેચર એડવેન્ચર ક્લબ તેમજ કોર્પોરેશનની સોલીડવેસ્ટ વિભાગની ટીમ દ્વારા સંયુક્ત રીતે તળવાની સફાઈનું અભિયાન સવારે 7 થી 9 દરમિયાન દિગ્વિજય પ્લોટ શેરી નં.17ના છેડે સુમેરક્લબ રોડ-ર પાસેથી કરવામાં આવેલ હતો. રણમલ તળાવના પાછલા તળાવ તરીકે ઓળખાતા મીગકોલોની સામેના હિસ્સા તેમજ એસટી ડેપો સામેના હિસ્સામાં પણ કચરો ન ફેંકાય અને તળાવનું પર્યાવરણ અને સૌંદર્ય જળવાય તે માટે નાગરિકોનો સહકાર જરૂરી છે. મુખ્ય તળાવ પાસે સિકયુરીટી હોવાથી કચરો ઠલવાતાે નથી.

અન્ય સમાચારો પણ છે...