નશામાં ચકચૂર:શહેરમાં નશાબાજ બાઈક ચાલક ડિવાઈડર સાથે અથડાયો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્થળ પર દેશીદારૂની કોથળીઓની રેલમછેલ થઇ, પોલીસ દોડી

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાંથી એક બાઈક ચાલક દારૂના નશામાં ચકચૂર બનીને પસાર થઈ રહ્યો હતો, અને ડિવાઈડર સાથે ટકરાઈને માર્ગ પર ઢળી પડ્યો હતો. જેને બેશુદ્ધ અવસ્થામાં 108 ની ટુકડીએ સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો છે, જ્યારે તેની સાથે દારૂની કોથળીઓનો જથ્થો પણ હતો, જે માર્ગ પર પડ્યો હોવાથી પોલીસ ટુકડી પણ દોડતી થઈ હતી.

જામનગરમાં ખોડીયાર કોલોની વિસ્તારમાં રાત્રિના સમયે એક બાઈક ચાલક દારૂના નશામાં ચકચૂર બનીને ત્યાંથી પસાર થયો હતો, અને બાઈક પરનો કાબુ ગુમાવી બેસતાં ડિવાઇડર સાથે ટકરાઈને માર્ગ પર ઢળી પડ્યો હતો. જે બેશુદ્ધ અવસ્થામાં પડ્યો હોવાથી 108 ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ ઉપરાંત બાઈક ચાલક સાથે દેશી દારૂની કોથળીઓ પણ મળી આવી હતી અને દારૂની કોથળી માર્ગ પર વેરણ છેરણ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...