ડિગ્રી વગરનો ડોક્ટર:જામનગરનાં લાલપુરમાં ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો, સારવાર કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર જિલ્લામાં બોગસ તબીબોનું રાફડો ફાટ્યો છે અને એસઓજી શાખાદ્વારા સમયાંતરે આવા બોગસ તબીબોને શોધી કાઢી તેની સામે કાયદાકીય શસ્ત્ર ઉગામવામાં આવી રહ્યું છે. ત્યારે ગઈકાલે લાલપુરમાંથી વધુ એક બોગસ તબીબને એસઓજીની ટુકડીએ પકડી પાડ્યો છે.

ડિગ્રી વગરના ડોક્ટર સામે ગુનો દાખલ
લાલપુરમાં જૈન સમાજની વાડી સામેજ એક બોગસ તબીબ, કે જેની પાસે કોઈ પણ પ્રકારની ડીગ્રી ન હોવા છતાં દવાખાનું ચલાવીને ગરીબ દર્દીઓ સાથે ચેડાં કરી રહ્યો છે. તેવી માહિતીના આધારે એસ.ઓ.જી.ની ટુકડીએ ગઈકાલે મોડી સાંજે દરોડા પાડ્યાં હતા અને લાલપુરના પ્રગટેશ્વર સોસાયટીમાં રહેતા રાજેશ દિનેશ પટેલ નામના શખ્સને પકડી પાડ્યો હતો અને તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી નહોવા છતાં તબીબી પ્રેક્ટિસ કરતો હોવાનું પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું અને તેના દવાખાનામાંથી જુદી-જુદી દવાઓ તથા અન્ય મેડિકલને લગતા સાધનો વગેરે કબ્જે કરી લેવામાં આવ્યા છે અને લાલપુર પોલીસ મથકમાં તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...