રમત-ગમત કાર્યક્રમનું આયોજન:જામનગર ખાતે જિલ્લા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ યોજાયો, 350થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય હેઠળ કાર્યરત નેહરુ યુવા કેન્દ્ર દ્વારા જિલ્લા કક્ષાના રમત-ગમત કાર્યક્રમનું આયોજન શહેરની ડી.સી.સી.સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગરના મેયર બીના કોઠારીએ વિશેષ ઉપસ્થિત રહી યુવાનોને રમત પ્રત્યે જાગૃકતા દાખવવા તેમજ રમતો થકી ભવિષ્ય કેમ ઉજ્વળ કરી શકાય એ વિશે માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતુ. આ રમત ગમત કાર્યક્રમમાં કબડ્ડી, ખોખો, વોલીબોલ, રસા-ખેંચ, તેમજ એથ્લીટ રમતોનું આયોજન કરવામાં આવ્યુ હતું

જેમાં સમગ્ર જિલ્લામાંથી આવેલ 350થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. વિજેતા ખેલાડીઓને ટ્રોફી, પ્રમાણપત્ર તેમજ મેડલ આપી સન્માનિત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમનું આયોજન નેહરુ યુવા કેન્દ્ર જામનગરના જિલ્લા યુવા અધિકારી શિખર રસ્તોગીના માર્ગદર્શન હેઠળ ઉડાન યુથ ક્લબના પ્રમુખ નરોત્તમ વઘોરા તથા એક્ટિવ યુથ ક્લબના પ્રમુખ વિજય મકવાણા તેમજ નેહરુ યુવા કેન્દ્રના રાષ્ટ્રીય સ્વયંસેવક હાર્દિક ચાવડા, ભૌતિકસિંહ પઢિયાર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડી.સી.સી.સ્કૂલના પ્રિન્સિપાલ જયકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ સાંસદ પૂનમ માડમે કાર્યક્રમના સફળ આયોજન બદલ આયોજકોને શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...