ક્રિકેટ ટુર્નામેન્ટ:જામનગરમાં 15 નવેમ્બરે મતદાર જાગૃતિના સંદેશ સહ 'દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ' યોજાશે

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંર્તગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી, નોડલ ઓફિસર (સ્વીપ), સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ એક ક્રિકેટ ટુનાર્મેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ટીમ મેનેજર વિવેકભાઈ મંગીની 'આશા ટીમ' સામે ટીમ મેનેજર બિપીનભાઈ અમૃતીયાની 'દીપ ટીમ'ની 10 ઓવરની ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી તા.15 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે ક્રિકેટ બંગલો, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ​​​​​​​દિવ્યાંગ સમુદાયને પ્રોત્સાહિત કરવા માટે જામનગરની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ એમ. દરદાજાએ અપિલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...