ચાંદીનું દાન:રાજકોટના ભક્ત દ્વારા ભગવાન દ્વારકાધીશના ચરણોમાં સાડા છ કીલો ચાંદી અર્પણ કરી

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 13 જેટલી ચાંદીની ઈંટ મંદિરમાં અર્પણ કરવામા આવી

દ્વારકાના જગતમંદિરમાં ભક્તો દ્વારા અવારનવાર સોના-ચાંદીના આભૂષણોનું દાન કરવામા આવતું હોય છે. ત્યારે આજે રાજકોટના એક ભક્ત પરિવાર દ્વારા શ્રીજીના ચરણે સાડા છ કિલો ચાંદી અર્પણ કરવામા આવી હતી. ભક્ત દ્વારા મંદિરમાં ચાંદીની 13 ઈંટો દાનમાં આપવામા આવી હતી.

દેવભૂમિ દ્વારકાના જગતમંદિર ભગવાન દ્વારકાધીશના ચરણોમાં આજના પવિત્ર દિવસે તારીખ 14/11/2021ના શ્રી દ્વારકાધીશજીના પરમ ભક્ત સ્વ. પ્રભુદાસભાઈ મૂળજીભાઈ પોબારૂ પરીવાર, રાજકોટ દ્વારા શ્રીજી ચરણે ચાંદી અર્પણ કરવામાં આવી હતી.ભક્ત પરિવાર દ્વારા મંદિરમાં 13 ચાંદીની ઈંટ અર્પણ કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...