ચકચાર:દરેડમાં કચરામાંથી મૃત શિશુનુ ભૃણ મળી આવ્યું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્યજી દેનારી માતા સામે ગુનો નોંધાયો

જામનગરની ભાગોળે દરેડ ગામે મસીતીયા રોડ પર કચરાના ઢગલામાંથી એક પાંચેક માસના મૃત શીશુનુ ભ્રૃણ મળી આવતા ચકચાર જાગી છે.આ અવિકસિત ભ્રૃણને ત્યજી દેનારી અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી પંચ બી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ જામનગરની ભાગોળે દરેડ ગામે મસીતીયા રોડ પર શિવમ પાર્ક નજીક સીમેન્ટ રોડ પર કચરાના ઢગલામાં એક મૃત શીશુનુ ભ્રૃણ પડયુ હોવાની જાણ સ્થાનિકોએ પંચ બી પોલીસને કરી હતી જેના પગલે પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઇ હતી.પોલીસે લગભગ પાંચેક માસના મૃત શીશુના ભ્રૃણનો કબજો સંભાળ્યો હતો.

પોલીસે કોઇ અજાણી સ્ત્રીએ પોતાનો પાંચેક માસનો ગર્ભ મૃત હાલતમાં હોય તેને છુપાવવા માટે કચરાના ઢગલામાં ત્યજી દિધુ હોવાનુ તારણ કાઢયુ હતુ.પંચ બી પોલીસે અજાણી સ્ત્રી સામે ગુનો નોંધી મૃત શિશુના ભ્રૃણને ત્યજી દેનારી માતાની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવના પગલે ઘટનાસ્થળે આજુબાજુના લોકો એકત્ર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...