જામનગરમાં ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત અનેકવિધ સ્કૂલ અને કોલેજની શિક્ષણ યાત્રાને 41 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે હરિયા કોલેજ કેમ્પસમા અતિથિ વિશેષ પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિ મહારાજશ્રીની પ્રેરક ઉપસ્થિતિમા સાંસ્કૃતિક કાર્યક્રમનું હરિયા કોલેજ કેમ્પસમાં આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ટ્રસ્ટી આર.કે.શાહ, બી.કે.શાહ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઇ હિંડોચા, પૂર્વ મેયર પ્રતિભાબેન કનખરા, મ્યુનિ.સભ્ય નિલેશભાઈ કગથરા મહામંત્રી મેરામણભાઈ ભાટુ સહિત સૌ આમંત્રિત મહેમાનો,વિધાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જામનગર મહાનગર પાલિકાના નાયબ ઈજનેર અશોક જોશી,વોર્ડ નં 8 ના લાયઝન ઈજનેર મયુર સોલંકી અને સ્લમ શાખાના ઉમેશ જોશી દ્વારા ઉપસ્થિત નગર શ્રેષ્ઠિઓને ઈઝ ઓફ લીવીંગ ઈન્ડેક્ષ-2022 અંતર્ગત સીટીઝન પરસેપશન સર્વેમા ભાગ લેવા માટે કલરફૂલ પેમફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અનેકાર્યક્રમના ઉદધોષક દ્વારા અત્યાર સુધીમાં 10 હજાર થી વધુ લોકોએ ફીડબેક આપેલ તેમ જણાવ્યું હતું, આ કાર્યક્રમમા થોડો સમય ફાળવી ઓશવાળ એજયુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી ભરતેશભાઈ શાહ અને તેમની ટીમે જામનગર મહાનગર પાલિકાને તેમજ જામનગરને સ્માર્ટ સિટી બનાવવા માટે સહયોગ અપાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.