તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સજા:વર્ષ 2017માં ધ્રોલમાં પોલીસ પાર્ટી પર જીવલેણ હુમલો કરનાર શખ્સને 7 વર્ષની સજા ફટકારતી કોર્ટ

જામનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જનકસિંહ ઉર્ફે જમા ચૌહાણ નામના આરોપીને સજા

જામનગર જિલ્લામાં ધ્રોલ નજીક પોલીસ પાર્ટી પર જીવલેણ હુમલો કરી નાસી છૂટેલા કુખ્યાત શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ આરોપી સામેનો કેસ અદાલતમાં ચાલી જતાં એડિશનલ સેશન્સ જજ દેસાઈએ સરકારી વકીલ અને બચાવ પક્ષના વકીલોની દલીલો અને રજૂઆતને ધ્યાને લીધા બાદ કોર્ટે આરોપીને કસુરવાર ઠેરવી પહેલા ગુના સબબ સાત વરસની જેલની સજાનો હુકમ કર્યો હતો.

ધ્રોલ નજીક પોલીસ પાર્ટી પર 2017 ની સાલમાં જનકસિંહ ઉર્ફે જમો તખુભા ચૌહાણ નામના શખ્સે જીવલેણ હુમલો કર્યો હતો.આ બનાવ અંગે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, દરમ્યાન પોલીસ પર હુમલો કરી નાસી છૂટેલા જનકસિંહ ઝડપી લઇ જેલ હવાલે કર્યો હતો.

પોલીસ આ શખ્સ વિરુદ્ધ અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી દરમ્યાન આ કેસ એડીશ્નલ સેશન્સ જજ તેજસ.દેસાઈ ની કોર્ટમાં ચાલી જતાં અદાલતે સરકારી વકીલ ધર્મેન્દ્ર.એ. જીવરાજાની દલીલો અને રજૂઆતોને ધ્યાને લઇ આરોપી જનકસિંહ કસૂરવાર ઠેરવી સાત વરસની જેલ સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો