કાર્યવાહી:સ્કૂટરમાં દારૂની હેરાફેરી કરતી બેલડી પકડાઈ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરમાં રહેણાંક મકાનમાંથી દારૂની 10 બોટલ સાથે 1 ઝડપાયો

જામનગરના ગોકુલનગર નજીક રડાર રોડ પર પોલીસે સ્કૂટરમાં ઇંગ્લીશ દારૂના 45 ચપટા સાથે પસાર થતા બે શખસોને પકડી પાડી દારૂ અને વાહન કબજે કર્યુ હતુ જેની પુછપરછમાં સપ્લાયરનુ નામ ખુલતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.જયારે ગાંધીનગરમાં પોલીસે એક મકાનમાં દરોડો પાડી દારૂની દશ બોટલ સાથે એક શખસને દબોચી લીઘો હતો.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના ગોકુલનગર રડાર રોડ પર પોલીસે પેટ્રોલિંગ વેળાએ ત્યાંથી નિકળેલા એક એકિટવા સ્કુટરને રોકી તેની તલાશી લીઘી હતી જે વેળાએ અંદરથી ઇંગ્લીશ દારૂના 45 ચપટા (નાની બોટલ) મળી આવી હતી.

પોલીસે સ્કુટરસવાર ગોકુલનગરની સોમનાથ સોસાયટીવાળા ભરત ધનાભાઈ રાઠોડ, અજયસિંહ દેવુભા જાડેજાને પકડી પાડી રૂ.14,850નો દારૂ ઉપરાંત સ્કુટર સહિતનો મુદામાલ કબજે કર્યો હતો.પોલીસે પકડાયેલા શખસોની પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો નિર્મલ ભાટી નામના શખ્સે આપ્યાનું કબુલ્યુ હતુ. આથી પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી દારૂના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

જયારે અન્ય એક દરોડામાં પોલીસે ગાંધીનગર વિસ્તારમાં આવેલા એક હોલ પાસે આવેલા શિવસાઈ પાર્કના બ્લોક નંબર બેમાં વસવાટ કરતા એક શખ્સના મકાનમાં અંગ્રેજી શરાબ પડયો હોવાની બાતમી પોલીસને મળતા સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે હિતેષ ધીરૃભાઈ ગણાત્રાના બ્લોકમાં દરોડો પાડી તલાસી લેતા ત્યાંથી શરાબની દસ બોટલ મળી આવી હતી.આથી પોલીસે તેને પકડી પાડી દારૂ કબજે કરી પુછપરછ સાથે તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...