તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરાઉ વાહન સાથે દબોચ્યા:દડિયા ગામેથી બે બાઇક ઉઠાવનારી બેલડી પકડાઈ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સિક્કા પોલીસે ચોરાઉ વાહન સાથે દબોચ્યા

જામનગર તાલુકાના નાની ખાવડી પાસે સિકકા પોલીસે ચોરાઉ વાહન સાથે બે શખ્સોને દબોચી લીધા હતા જેની પુછપરછમાં દડીયા પંથકની બે વાહનચોરીનો ભેદ ખુલ્યો છે.પોલીસે બંને વાહનો કબજે કરી પકડાયેલા શખ્સોની સધન પુછતાછ હાથ ધરી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર સિકકાના ગ્રામ્ય પંથકમાં પીએસઆઇ જે.ડી.પરમાર અને સ્ટાફ પેટ્રોલિંગ કરી રહયો હતો જે વેળાએ પોલીસ ટુકડીને નંબર વગરના શંકાસ્પદ બાઇક સાથે બે શખ્સો સિકકા તરફ આવી રહયા હોવાની બાતમી મળી હતી.જેથી પોલીસે નાની ખાવડી રોડ પર વોચ ગોઠવી હતી.જે દરમિયાન ત્યાં પસાર થતા ડબલસવારી બાઇકને પોલીસે રોકી લઇને જીતેશગર ગુલાબગર ગોસાઇ(રે.ગોકુલનગર,જામનગર) તથા રામાભાઇ ઉર્ફે રામલો શિવાભાઇ પાટડીયા(રે.દડીયા,જામનગર)ને સકંજામાં લીધા હતા.

પોલીસે પકડાયેલા શખ્સોની પ્રાથમિક પુછપરછ કરતા બાઇક ચોરીનુ હોવાનુ ખુલ્યુ હતુ.આથી પોલીસે બંને શખ્સોને સકંજામાં લીધા હતા જેની પુછપરછમાં દડીયા પંથકની જુદી જુદી બે બાઇક ચોરીની પોલીસને કબુલાત આપી હતી.પોલીસે બંને ચોરાઉ બાઇક કબજે કરી પકડાયેલા શખ્સોની સધન પુછપરછ સાથે વધુ તપાસ હાથ ધરી છે.બંને શખ્સોનો કબજો પંચ બી પોલીસને સોંપવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...