જામનગર એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમર્જન્સી લેન્ડિંગ:મોસ્કોથી ગોવા જતા વિમાનમાં બોમ્બની આશંકા, ફ્લાઇટને સંપૂર્ણપણે ખાલી કરીને ચેકિંગ હાથ ધરાયું

જામનગર21 દિવસ પહેલા

જામનગર 9 જાન્યુઆરીએ રાતે 11 વાગ્યાની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઈટમાં બોમ્બ હોવાની જાણકારી મળી હતી. જેને લઇને જામનગર એરપોર્ટ ખાતે ફ્લાઇટને ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં 236 પેસેન્જર અને આઠ ક્રૂ એટલે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા અને આ લોકોને એરપોર્ટના પ્રતીક્ષા લોન્ચમાં છે. ત્યારે બોમ્બ સ્કોર્ડ દ્વારા બૉમ્બ ડિટેકશન અને ડિસ્પોઝની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે બોમ્બ હોવાની આશંકાને પગલે કલેક્ટર-પોલીસ વડા સહિતનો કાફલો એરપોર્ટ પર દોડી આવ્યો હતો.

જામનગર એરપોર્ટ પર કોઈપણ વ્યક્તિને જવા પર પ્રતિબંધ નાખવામાં આવ્યો હતો. જામનગર એરપોર્ટ પર પાંચથી વધુ 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી હતી. આ ઘટનાના પગલે જ્યારે દિલ્હીથી NSG કમાન્ડો પણ જામનગર એરપોર્ટ ખાતે આવવા માટે રવાના થઈ ગયા છે અને ટૂંક સમયમાં જામનગર એરપોર્ટ ખાતે NSG કમાન્ડો આવશે.

5થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે
ઇન્ટરનેશનલ મોસ્કોથી ગોવાની અઝુર એરબસ નામની ફ્લાઈટ હતી. જેમાં બોમ્બની આશંકાને લઈને જામનગર એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. હાલ જામનગરની એલસીબી, એસઓજી ડીવાયએસપી સહિતના સુરક્ષા કર્મીઓ એરપોર્ટ પર પહોંચ્યા છે. જિલ્લા કલેક્ટર પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ કાફલો પણ હાલ એરપોર્ટ અંદર છે અને જામનગર એરપોર્ટ ખાતે બોમ્મ સ્કોર્ડ પણ પહોંચી ગઈ છે. તેમજ 5થી વધુ એમ્બ્યુલન્સ પણ હાલ એરપોર્ટ પર પહોંચી ગઈ છે. જાણવા મળતી માહિતી મુજબ મોસ્કોથી ફ્લાઈટ આવી રહી છે. જે એક ચાટર પ્લેન છે આ પ્લેન જામનગર શહેર પર 20 મિનિટથી વધુ સમયથી ચક્કર લગાવતું હોવાની પણ સૂત્રોમાંથી માહિતી મળી છે.

ફ્લાઈટમાં 236 મુસાફરો સવાર હતા
મોસ્કો અને ગોવાની ફ્લાઈટમાં 236 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરો રશિયાના હોવાની માહિતી મળી રહી છે. મુસાફરોને જામનગર એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યાં છે. તેમજ તમામ મુસાફરો લેવા-મુકવા માટે 9 થી વધુ બસો એરપોર્ટની અંદર આવી પહોંચી છે. એરપોર્ટ ખાતે કસ્ટમ અધિકારી પણ આવી પહોંચ્યા છે. વિદેશી મુસાફરો હોવાના કારણે ઈમિગ્રેશન કરવા પડે તેવી માહિતી મળી રહી છે. ફ્લાઇટને સંપૂર્ણપણે ખાલી કરીને ફ્લાઇટને ટ્રો કરીને એરફોર્સની અંદર લઈ જવામાં આવી છે. ત્યાં ફ્લાઈટનું અંદરથી બોમ્બ સ્કોડ સહિત સુરક્ષા કર્મીઓ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

સમગ્ર ફ્લાઇટનું બોમ્બ સ્કોર્ડ તેમજ પોલીસ સહિતની ટીમો દ્વારા હાલ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. હાલ એરપોર્ટ ઉપર તમામ મુસાફરોને રાખવામાં આવ્યાં છે. ફ્લાઈટમાં બોમ્બ હોવાની આશંકાના કારણે જામનગર પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી છે. આ ઘટનાની જાણ થતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતનો પોલીસ કાફલો એરપોર્ટ પર પહોંચ્યો છે. હાલ રિલાયન્સ કંપનીની ચારથી વધુ બસ એરપોર્ટની અંદર ગઈ છે. જેને લઈ કોઈ વીઆઈપી લોકો ફ્લાઈટમાં હોય તેવું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...