તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના બેકાબૂ:મુખ્યમંત્રી-નાયબ મુખ્યમંત્રી સહિતનો કાફલો આજે જામનગર આવશે

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાતે - ફાઇલ ફોટો - Divya Bhaskar
મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સિવિલ હોસ્પિટલની મુલાકાતે - ફાઇલ ફોટો
  • વહિવટી તંત્ર સાથે બેઠક અને હોસ્પિટલની મુલાકાત લેશે સીએમ
  • સંખ્યાબંધ પગલાની જાહેરાત થઇ શકે
  • ધડાધડ મોટા નિર્ણયો લેવાશે

જામનગરમાં કોરોના કેસો વધતા ગાંધીનગર ખાતે પણ તેની ગંભીર નોંધ લેવાય છે. શનિવારના રાજયના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, મુખ્ય સચિવ સહિતનો કાફલો જામનગર આવી રહ્યો છે, જે કોરોના બાબતે તંત્ર સાથે ચર્ચા-વિચારણા કરી જરૂરી સૂચનાઓ આપી નવા નિયમો કદાચિત અમલમાં લઇ આવે.

સ્થાનિક વહિવટી તંત્ર સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવશે
જામનગરમાં કોરોનાના કેસ એક હજાર ઉપરાંત થઇ ગયા છે, જયારે મોતનો આંકડો 67 થઇ ગયો છે. દરરોજ કેસોમાં થઇ રહેલા વધારો અને લોકલ સંક્રમણ વધતા ગાંધીનગર ખાતે પણ તેની ગંભીર નોંધ લેવાય છે, રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ તથા મુખ્ય સચિવ સહિતનો કાફલો શનિવારના જામનગર આવી રહયો છે, જે સ્થાનિક વહિવટી તંત્ર સાથે બેઠક કરીને સ્થિતિનો તાગ મેળવશે. મુખ્યમંત્રી સહિતનો કાફલો હોસ્પિટલની મુલાકાત લે તેવી પણ શકયતા છે. શનિવારના મુખ્યમંત્રીનો કાફલો જામનગર આવી રહયો છે ત્યારે કોરોનાને કાબુમાં કરવા માટે ધડાધડ મોટા નિર્ણયો લેવાઇ શકે છે. વહિવટી તંત્ર પણ કોરોનાની સ્થિતિનો મુળ કાઢવામાં લાગી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...