વિકાસ:ગાર્ડન ડેવલપમેન્ટ માટે કન્સલ્ટન્ટ નિમણૂંક કરાશે

જામનગર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનપા વિસ્તારમાં ગ્રીન સ્પેસ વિકાસની તાકીદ

જામનગર મનપા કમિશ્નરે હાપા નજીક ટીપી સ્કીમના રિર્ઝવ પ્લોટની મુલાકાત લીધી હતી. તેમણે ગાર્ડન ડેવલોપમેન્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા સૂચના આપી હતી.

જામ્યુકોના કમિશ્નર વિજય ખરાડી તથા સિટી એન્જિનિયર એસ. એસ.જોશીએ મંગળવારના હાપા નજીક આવેલી ટીપી સ્કીમ નં.3-બી અને 2 ના ગાર્ડન રિઝર્વ પ્લોટની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન કમિશ્નરે અર્બન ફોરેસ્ટની સાથે ગાર્ડન ડેવલોપમેન્ટ માટે અનુભવી કન્સલ્ટન્ટ નિમવાની સૂચના આપી હતી. જેથી આયોજનબધ્ધ રીતે ડેવલોપમેન્ટ કરવામાં આવેલા ગાર્ડન-અર્બન ફોરેસ્ટ ભવિષ્યમાં જનતાને ઉપયોગી થઈ શકે. તદઉપરાંત ટી.પી. સ્કીમ નં.1 ના પ્લોટમાં ઝડપથી માર્કિંગ અને ફેન્સીંગ કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...