ફરિયાદ:શહેરમાં આર્મી કેન્ટ એરીયાની ઓફિસમાંથી કોમ્પ્યુટર ચોરાયું

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માર્ચ મહિનાના અંતિમ સપ્તાહમાં ચોરાઇ ગયું, અજાણ્યા શખસ સામે ફરિયાદ થઇ

જામનગરના આર્મી કેન્ટ એરીયાની એકાઉન્ટ ઓફિસમાંથી ગત માર્ચ માસમાં કોઇ અજાણ્યા શખ્સ કોમ્પ્યુટર-ડેસ્કટોપ મળી રૂ. 55 હજારથી વધુની મતા ચોરી કરી લઇ ગયાની ફરીયાદ સીટી એ પોલીસ મથકમાં નોંધાઇ છે. પોલીસ ફરિયાદના આધારે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર શહેરના પવનચકકી વિસ્તાર નજીક આર્મી કેન્ટ એરીયામાં એકાઉન્ટ સેકશનની ઓફિસમાં ફરજ બજાવતા જયંત રૂહીશા વિશ્વાસ નામના કર્મચારીએ પોતાની ઓફિસમાંથી કોમ્પ્યુટર અને ડેસ્કટોપ ચોરી થયાની સીટી એ ડીવીઝનમાં અજાણ્યા શખસ સામે ફરીયાદ નોંધાવી છે.

ફરીયાદમાં જાહેર થયા મુજબ કચેરીમાં ગત તા.28મી માર્ચના સાંજથી તા.30મી માર્ચના સવાર સુધીમાં કોઇ શખ્સ ઓફિસનો મુખ્ય દરવાજો તોડી અંદર ધુસી કોમ્પ્યુટર, ડેસ્કટોપ વગેરે મળી રૂ.55,735ના મુદામાલની માલમતા ચોરી કરી લઇ ગયાનુ જાહેર થયુ છે. ચોરીની ફરીયાદના આધારે પોલીસે અજાણ્યા શખસ સામે ગુનો નોંધી આરોપીની શોધખોળ સાથે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...