રેસ્ક્યુ:શહેરમાં સર્કિટ હાઉસ પાસે કોબ્રા સાપ દેખાતાં અફડાતફડી સર્જાઈ

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફોરેસ્ટ અને સેવાભાવી સંસ્થાની ટીમે સાપનું રેસ્ક્યુ કરી લેતાં હાશકારો

જામનગર શહેરની મધ્યમાં આવેલા સર્કિટ હાઉસમાં ગુરૂવારે સવારે કોબ્રા સાપ દેખાતા ભારે અફડાતફડી મચી ગઈ હતી અને ત્યાં હાજર લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ બાબતની જાણ કોઈએ વનવિભાગ તેમજ લાખોટા નેચર કલબને કરતા તેમના સભ્યો આવી ગયા હતા અને સાપને રેસ્કયુ કરી તેને જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જામનગરમાં સર્કિટ હાઉસ પાસે આજે સવારે એક કોબ્રા સાપ દેખાતાં ભારે અફડાતફડી સર્જાઈ હતી, અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ બાબતે ફોરેસ્ટ વિભાગ તેમજ લાખોટા નેચર ક્લબ નામની સેવાભાવી સંસ્થા ને જાણકારી થવાથી ફોરેસ્ટ ની ટીમ તથા લાખોટા નેચર ક્લબના સભ્ય દિવ્યેશ જેઠવા ઘટના સ્થળે દોડી આવ્યા હતા, અને સલામત રીતે કોબ્રા સાપનું રેસ્ક્યુ કરી લીધું હતું. ત્યારબાદ તેને જંગલ વિસ્તારમાં છોડી દેવાની કાર્યવાહી હાથ ધરી લેવાઈ હતી. જેથી સર્વેએ હાથકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...