• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • A Child's Head Got Caught In The Railing Of Lakhota Lake In Jamnagar While Playing. Fire Brigade Team Cut The Railing And Rescued The Child.

વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો:જામનગરના લાખોટા તળાવની રેલિંગમાં બાળકનું રમતાં રમતાં માથું ફસાયું, ફાયરબ્રિગેડની ટીમે રેલિંગ કાપી બાળકને હેમખેમ બહાર કાઢ્યો

જામનગર14 દિવસ પહેલા
  • બાળકનો બચાવ થતા માતાપિતા અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો

જામનગરના લાખોટા તળાવ પર નાના બાળકોને લઈને ફરવા આવતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.આજે રવિવારની સાંજે ફરવા આવેલા એક દંપતીનો નાનો બાળક રમતા રમતા અહીં તળાવની ફરતે લગાવાયેલી લોખંડની રેલિંગમાં ફસાઈ જતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડની ટીમે મહામહેનતે રેલિંગ કાપી બાળકને બહાર કાઢ્યો હતો.

લાખોટા તળાવના ગેટ નંબર 1 પાસે બનાવ બન્યો
લાખોટા તળાવના ગેટ નંબર 1 પાસે એક બાળક રમત રમી રહ્યો હતો. આ સમયે કોઈ કારણોસર બાળકે લોખંડની રેલિંગના વચ્ચેના ભાગમાં પોતાનું માથુ નાખી દેતા બાળક ફસાયો હતો. શરૂઆતમાં તો તેના માતાપિતા અને સ્થાનિક લોકોએ બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. પરંતુ, માસૂમને બહાર કાઢી શકાયો ન હતો. ફાયરબ્રિગેડને જાણ કરાતા ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રેલિંગ કાપી બાળકને બહાર કાઢતા માતાપિતાના જીવમાં જીવ આવ્યો હતો. તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.

વાલીઓએ સાવચેત રહેવું જરુરી
લાખોટા તળાવ પર ફરવા આવતા વાલીઓએ પોતાના નાના બાળકોને લઈ સાવચેત રહેવું જરુરી છે. તળાવની બંને બાજુઓ લોખંડની રેલીંગ નાખવામા આવેલી છે. જેમાં અડધા અડધા ફૂટના ગાળા પણ રાખવામા આવેલા છે. જેથી જો કોઈ નાનું બાળક તેમાંથી બહાર નીકળવાનો કે માથુ બહાર કાઢવાનો પ્રયાસ કરે તો આજ જેવો બનાવ બની શકે છે. જેથી નાના બાળકો સાથે તળાવ પર ફરવા આવતા વાલીઓએ સાવચેત રહેવું જરુરી બની જાય છે.

અન્ય સમાચારો પણ છે...