જામનગર નજીકના દરિયામાં આવેલા પીરોટોન ટાપુ સહિત જામનગર જિલ્લાના તમામ 12 દરિયાઈ ટાપુ ઉપર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને પ્રવેશબંધી ફરમાવાઇ છે. છતાં ગેરકાયદે પ્રવેશ કરતા માછીમાર સામે ગુનો નોંધાયો છે.
ગઈકાલે જામનગરનો એક માછીમાર પૂર્વ મંજૂરી વિના પીરોટોન ટાપુ પર પ્રવેશ્યો હોવાથી બેડી મરીન પોલીસ દ્વારા તેની સામે જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધી અટકાયત કરવામાં આવી છે. કેન્દ્રની સુરક્ષા એજન્સીઓના માર્ગદર્શન અનુસાર આતંકવાદી પ્રવૃત્તિઓ રોકવા અથવા તો જામનગર જિલ્લાના દરિયાઈ ટાપુઓ પર સુરક્ષાની દ્રષ્ટિએ કોઈપણ વ્યક્તિના પ્રવેશ માટેનો પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને જિલ્લા કલેકટર દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડી દેવાયું છે.
જામનગરના બેડી વિસ્તારમાં રહેતો અને માછીમારી કરતો કાસમ જુસબભાઈ ચાવડા નામનો 40 વર્ષનો માછીમાર યુવાન કે જે જામનગરના જુના બંદરની દરિયાઈ જેટી પરથી નીકળ્યો હતો, અને પૂર્વ મંજૂરી વિના ટાપુ પર પ્રવેશ્યો હતો. જેથી પોલીસ દ્વારા તેની સામે જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગની કલમ 188 મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી લેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.