• Gujarati News
  • Local
  • Gujarat
  • Junagadh
  • A Case Of Double Interest Collection Has Reached The Police Despite Paying Interest On The Money Taken For The Treatment Of Mother In Chhodwadi Village Of Bhensana In Junagadh.

કાયદાનું ભાન:જૂનાગઢના ભેંસાણના છોડવડી ગામમાં માતાની સારવાર માટે લીધેલા પૈસાનું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં ડબલ વ્યાજની ઉઘરાણીનો મામલો પોલીસમાં પહોંચ્યો

જૂનાગઢ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનની રજૂઆત બાદ પોલીસે ખાખીની ભાષા સમજાવતા વ્યાજખોરોએ હવે કોઈ પૈસા આપવાના નથી તેમ કહ્યું

જૂનાગઢના ભેસાણ તાલુકાના છોડવડી ગામમા રહેતા એક યુવાને માતાની સારવાર માટે વ્યાજે પૈસા લઈ નિયમિત વ્યાજ ચૂકવવા છતાં વ્યાજ ઘટવાને બદલે ડબલ થઈ ગયેલ અને વ્યાજખોરો ત્રાસ આપતા હતા. આ યુવાને પોલીસની મદદ લેતા પોલીસ અધિકારીએ વ્યાજખોરને ખાખીની ભાષામાં સમજાવી દેતા વ્યાજખોરો સીધો થઈ ગયા હોય તેમ પોતાને કોઈ પૈસા લેવાના ન હોવાનું કહી દીધું હતું.

જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના છોડવડી ગામે રહેતા અને કેબિન રાખી, પોતાનું ગુજરાન ચલાવતા એક યુવાન દ્વારા પોતાની જરૂરિયાતના કારણે તેમજ માતાની સારવાર કરાવવા માટે આજુબાજુના ગામના છ થી સાત લોકો પાસેથી થોડા થોડા રૂપિયા વ્યાજે લીધેલા અને વ્યાજ ચૂકવવાની લ્હાયમાં વ્યાજની રકમ વધતી જતી હતી. પોતાની પત્નીના ઘરેણાં સોનીને ત્યાં વ્યાજે મૂકી પણ રૂપિયા વ્યાજે લેતા, બે અઢી વર્ષ સુધી વ્યાજના દર મહિને રૂપિયા ચૂકવવા છતાં યુવાનનું વ્યાજ બમણું થઇ ગયુ હતું. અને મુદ્દલ પણ એટલું જ રહ્યું હતું. સોની પણ સોનાના ઘરેણાં ખંડાવી નાખવાની ધમકી આપતો અને રકમ ચુકવ્યા બાદ અરજદાર દ્વારા વ્યાજને પહોંચી શકાય એમ ના હોઈ, વ્યાજ ખોર દ્વારા પેનલ્ટી નક્કી કરી હતી.

અરજદાર દ્વારા વ્યાજખોરને વ્યાજ આપી દીધા બાદ, પેનલ્ટી સહિત ત્રણ ગણા રૂપિયા વ્યાજના ચઢાવી, અરજદારની માતા બીમાર હોવા છતાં, ઘરે જઈને હેરાન કરવાનું તથા ધમકી આપવાનું શરૂ કરતાં, અરજદાર પોતાની માતાને બહેનને ત્યાં રાખી પોતાની પત્ની સાથે રાજકોટ રહેવા ગયો હતો અને મજૂરી કરવા લાગ્યો હતો. જ્યારે પોતાની માતાની ખબર કાઢવા પોતાના ગામ છોડવડી આવતો તો તરત જ વ્યાજવાળા પાછળ પડતા હતા. વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી અરજદારે દ્વારા સામુહિક આત્મહત્યા કરવાનું પણ વિચાર્યુ હતું. અને ગમે તેમ કરે તો પણ વ્યાજખોરોના વ્યાજને પહોંચી શકે તેમ ન હોવાથી માનસિક સ્થિતિ ખૂબ જ બગડી ગયેલ. જેથી અરજદાર દંપતી જૂનાગઢના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને રૂબરૂ મળી આખી વિગત જણાવી રડવા લાગી વ્યાજખોર દ્વારા પોતાનું જીવન ઝેર કરી દીધેલું હોવાનું જણાવેલ હતુ.

આથી ડીવાયએસપીની સૂચનાથી ભેસાણ પોલીસે કાર્યવાહી કરી વ્યાજખોરોને બોલાવી પોલીસની ભાષામાં સમજાવી દેતા અરજદાર પાસેથી પોતાને હવે કાંઈ લેવાનું રહેતું નહીં હોવાનું વ્યાજખોરોએ જણાવ્યુ હતું. ગામના સોનીને પણ પોલીસની ભાષામાં સમજાવતા અરજદારના લીધેલા સોનાના તમામ દાગીના તરત જ પરત પણ આપી ગયા હતા. અરજદાર દ્વારા પણ પોતાનો પ્રશ્ન હલ થઈ જતા ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...