ગોઝારો અકસ્માત:જામનગર-રાજકોટ હાઈવે પર ટ્રકની પાછળ ઈકો કાર ઘૂસી જતા કાર સવારનું મોત

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક ઇકો કાર ટ્રકની પાછળ ઘૂસી ગઈ હતી. અને તેમાં એક યુવાનનું મોત નિપજ્યું છે. ત્યારે બનાવના પગલે પંચકોશી એ ડિવિઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવાન સામાજિક કામ પતાવીને પરત ફરી રહ્યો હતો
મળતી માહિતી મુજબ, જામનગરમાં વિભાપર ગામમાં રહેતા જતીન છત્રાલા નામનો યુવાન કોઈ સામાજિક કામ પતાવીને રાજકોટથી પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન જામનગર રાજકોટ હાઇવે પર રામપરના પાટીયા નજીક જામનગર તરફથી આવતા રોડ પર તેની ઈકો કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ પોલીસને થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવાનના મૃતદેહને જામનગરની જી.જી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...