જામનગર શહેરના માર્ગો પર બેફામ અનેક બેદરકારી પૂર્વક વાહન ચલાવતા ચાલકો રાહદારીઓને અને અન્ય બાઈકસવારોને ઠોકરે ચડાવી અકસ્માતની ઘટનાઓ સતત સર્જી રહ્યા છે. જેથી અકસ્માતની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાત્રે એક કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો હતો. જેથી તેને ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
જામનગરના પંડિત નહેરૂ માર્ગ તથા જોગસપાર્ક, ડી.કે.વી. સહિતના વિસ્તારોમાં વાહન ચાલકો બેફામ બની વાહનો ચલાવતા હોય છે અને રાહદારીઓને હડફેટે લેતા હોય છે. ત્યારે ગતરાત્રિના સમયે બેડી બંદર રોડ પર આવેલા રોયલ પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી બહાર નિકળતી કારે મેઈન રોડ પર જતાં બાઈકસવારને ઠોકર મારી હતી. જેથી અકસ્માત થતા બાઈકસવારને ઈજા પહોંચી હતી. જેને લઈ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સ્થળે લોકોના ટોળા એકઠાં થઈ ગયા હતાં. પોલીસ વિભાગ દ્વારા શહેરના માર્ગો પર બેફામ અને પૂરઝડપે વાહનો ચલાવતા ચાલકો સામે કડક અને નિયમિત કાર્યવાહી કરવાની માંગણી ઉઠી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.