જામનગરની ભાગોળે મોરકંડા ગામ નજીક પંચ બી પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી કારને આંતરી રૂ.1.33 લાખનો 266 બોટલ દારૂ ઉપરાંત કાર સહિત રૂ.8.33 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.આ દરોડા દરમિયાન ચાલક કાર મુકી નાશી છુટયાનુ ખુલતા તેની શોધખોળ હાથ ધરી છે. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગરની ભાગોળે ગ્રામ્ય પંથકમાં પંચ બીના ઇન્ચાર્જ પીએસઆઇ એ.વી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટુકડી પેટ્રોલિંગ કરી રહી હતી જે વેળાએ સ્ટાફના હેડ કોન્સ. કે.સી. જાડેજા,એન.બી. જાડેજા અને સુમિતભાઇ શિયાળ સહિત પોલીસ ટીમે બાતમીના આધારે મોરકંડા ગામ પાસેથી એક કારને આંતરી લીઘી હતી.
જે કારમાંથી રૂ.1.33 લાખની કિંમતના ઇંગ્લીશ દારૂની 266 બોટલ મળી આવી હતી.આથી પોલીસે દારૂનો જથ્થો અને કાર સહિત રૂ.8.33 લાખનો મુદામાલ કબજે કર્યો હતો.જયારે આ દરોડા દરમિયાન કારનો ચાલક વાહન મુકી નાશી છુટયાનુ ખુલતા પોલીસે તેની સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. પોલીસે ઈંગ્લીશ દારૂનો માતબર જથ્થો અને કાર સહિતનો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી આરોપીની શોધખોળ શરૂ કરી છે. પોલીસે કારના નંબરને આધારે તેના સગડ દબાવવા તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.