તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દારૂ કબજે:જામનગરની ભાગોળેથી 268 બોટલ દારૂ ભરેલી મોટરકાર મળી આવી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાઘેડીના શખસનો દારૂ હોવાનું ખુલ્યું : રૂા. 5 લાખનાે મુદ્દામાલ કબજે

જામનગર નજીકના નાઘેડી ગામ કનસુમરા જવાના રસ્તે શંકાસ્પદ હાલતમાં નિકળેલી ઇનોવા કારને પોલીસે આંતરીને તપાસણી કરતા તેમાથી 255 બોટલ ઇંગ્લીશ દારૂ તથા 13 નંગ બિયરના મળી આવતા એક શખસને અટક કરવામાં આવી છે. પોલીસે રૂા. 5 લાખ જેવાે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર તાલુકાના નાઘેડી ગામે કનસુમરા જવાના રસ્તે દારૂ ભરેલી કાર નિકળવાની હોવાની બાતમી એલસીબીને મળતા તેમને વોંચ રાખતા ત્યાંથી શંકાસ્પદ હાલતમાં ઇનોવા કાર જીજે-18એબી-7277ને આંતરીને તેની તપાસણી કરતા તેમાંથી ઇગ્લીશ દારૂની બોટલ 255 નંગ રૂા. 94,675 તથા બિયરના ટીન 13 રૂા. 1300 મળી આવ્યા હતાં. પોલીસે ઇનોવા કાર સહિત રૂા. 4,95,975 સાથે નાઘેડી ગામમાં રહેતા રામભાઇ ઉર્ફે રામકો જીવાભાઇ મેરને ફરાર જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...