તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારહસ્ય:જામનગરમાં બંધ પડેલી કાર અને બસમાં આગ ભભૂકી ઉઠી

જામનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્કોપીયો કાર બળીને ખાખ થઇ - Divya Bhaskar
સ્કોપીયો કાર બળીને ખાખ થઇ
 • બંધ ગાડીમાં આગ કેવી રીતે લાગે ?
 • સ્વામિનારાયણ નગર અને વ્હાેરાના હજીરાની ઘટના

જામનગરમાં વ્હોરાના હજીરા પાસે પડેલી સ્કોિર્પયો ગાડીમાં અકસ્માતે આગ લાગતા ગાડી બળીને ખાખ થઇ ગઇ હતી. જ્યારે સ્વામિનારાયણનગરમાં બંધ પડેલી મીની બસમાં આગ લાગતા ફાયરબ્રિગેડે આગને કાબૂમાં લીધી હતી. બન્ને વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. જામનગરમાં વ્હોરાના હજીરાની પાસેના મેદાનમાં જી.જે.10 એ.સી. 7250 નંબરની સ્કોરપીયો ગાડી પડેલ હતી. તે ગાડીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. આ આગ અંગેની જાણ ફાયરબિગ્રેડને કરાતા ફાયર બિગ્રેડની ટીમ તાત્કાલિક દોડી જઇ આગ ઉપર એક ગાડીનું ફાયરીંગ કરી કાબુ મેળવ્યો હતો.

જો કે, ત્યાં સુધીમાં તો સ્કોરપીયો કારની બળીને ખાખ થઇ ગઇ હતી. અકસ્માતે કારમાં આગ લાગી હોવાનું જાહેર કરાયું છે. જ્યારે બીજા બનાવમાં શહેરના સ્વામિનારાયણનગર રામમંદિર પાસે બંધ પડેલી મીની બસમાં એકાએક આગ ભભૂકી ઉઠતા ફાયરબ્રિગેડ તાત્કાલિક ઘટનાસ્થળે દોડ્યું હતું અને એક ગાડી વડે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે બસ બળીને ખાખ થઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણવા મળ્યું ન હતું.

બસની આગને ઠારવા પાણીનો મારો
બસની આગને ઠારવા પાણીનો મારો
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો