તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:કાનાલુસમાં ડિગ્રી વગર દર્દીઓને તપાસતો બોગસ તબીબ ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
બોગસ તબીબ - Divya Bhaskar
બોગસ તબીબ
 • SOGએ પ. બંગાળના નાદીયાના પરબાપરાના વતનીને દબોચ્યો

લાલપુરના કાનાલુસમાં પોલીસે દરોડો પાડી વધુ એક ડીગ્રી વગર જ દર્દીઓને તપાસી દવાઓ આપતા મુળ પશ્ચિમ બંગાળના વતની બોગસ તબીબને પકડી લીધો હતો. ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવેલા શખસ સામે પોલીસે ગુજરાત મેડીકલ પ્રેકટીશનર્સ એકટ હેઠળ ફરીયાદ નોંધાવી હતી. આ શખ્સ ધો.11 સુધી ભણ્યો છે. જામનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપના પીઆઇ એસ.એસ.નિનામાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગઢવી અને આર.વી.વિંછીના નેતૃત્વ હેઠળ ટીમ ગ્રામ્ય પંથકમાં પેટ્રોલિંગ કરી રહી હતી

જે વેળાએ પોલીસ ટુકડીને કાનાલુસ ગામે રહેતો મુળ પશ્ચિમ બંગાળના નાદીયા જિલ્લાના પુરબાપરા ગામનો વતની સુફલ સુનિલભાઇ મંડલ તબીબને લગતી કોઇ ડીગ્રી ધરાવતો ન હોવા છતા દર્દીઓને તપાસી અલગ અલગ દવા પણ આપી પૈસા વસુલ કરતો હોવાની બાતમી મળતા દરોડો પાડયો હતો.જે વેળા પોલીસને સુફલ મંડલ હાજર મળી આવ્યો હતો.જેની પાસે કોઇ મેડીકલ ડીગ્રી હોય તો રજુ કરવા કહેતા તેની પાસેસક્ષમ અધિકારીની કોઇ મેડીકલ ડીગ્રી ન હોવાનુ જણાવ્યુ હતુ. આથી પોલીસે સ્થળ પરથી સ્ટેથોસ્કોપ, બીપી માપવાનુ મશીન, ગ્લુકોઝના બાટલા અને અલગ અલગ દવાઓ વગેરે મળી મુદામાલ કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો