જામનગર મા સૌરાષ્ટ્ર પ્રદેશમાં સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના સ્થાપના દિવસની તાજેતરમાં ઉજવણી કરવામાં આવી હતી. જે ઉજવણીના ભાગરૂપે ગત તા.8 જાન્યુઆરીના રોજ બેડી બંદર રોડ શાખા, જામનગર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં ૧૪૨ બોટલ જેટલું રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, અને જી.જી. હોસ્પિટલ સરકારી બ્લડ બેન્કને તેનું અનુદાન કરવામાં આવ્યું હતું.
આ રક્તદાન શિબિરમાં જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ પ્રેરક ઉપસ્થિતિ આપી હતી. તેમજ રક્તદાતાઓ અને બેન્કના કર્મચારીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ ઉપરાંત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, જામનગરના રિજિયોનલ મેનેજર બળદેવ પટેલ અને રાજ્ય અનામત પોલીસ દળ- ચેલા ગ્રુપ 17 ના ડી.વાય.એસ.પી. પટેલે અને અન્ય જવાનોએ પણ રક્તદાન કર્યું હતું.
રક્તદાન શિબિર કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના ચેરમેન મનોજકુમાર કલમથેકર અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્કના રિજિયોનલ મેનેજર એ.સી. મહેતાએ જહેમત ઉઠાવી હતી. રક્તદાન શિબિરમાં બેન્કના ગ્રાહકો, જામનગર અને દ્વારકા જિલ્લાની શાખાઓના કર્મચારીઓ, નિવૃત કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું..
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.