ધરપકડ:બિલ વિહોણા શેમ્પુ જેવા લિક્વિડ સાથે એક ઝબ્બે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
આરોપી - Divya Bhaskar
આરોપી
  • SOG બીલ વગરનો 430 લીટર જથ્થો કબજે

જામનગર શહેરના ટીટોડીવાડી વિસ્તારમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રૃપે બીલ વગરના શેમ્પુ જેવા લિક્વિડના જથ્થા સાથે એક શખ્સને પકડી પાડીને શક પડતો 430 લીટર જેટલો જથ્થો કબજે કર્યો હતો. પોલીસસુત્રોમાંથી મળતી વિગત અનુસાર જામનગર શહેરમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરાયુ હતુ જે પેટ્રોલિંગ વેળાએ એસઓજી સ્ટાફના દિનેશ ભાઈ સાગઠીયાને બાતમી મળી હતી કે, ટીટોડીવાડીમાં એક શખ્સ પાસે શેમ્પુ જેવા લિક્વિડનો જથ્થો છે અને તેનું બીલ નથી.

જે બાતમીના આધારે પોલીસે ટીટોડીવાડી પાસે મહમદી એપાર્ટમેન્ટ નજીક દોડી જઇ કાદર સુલેમાન મોરવાડીયાને સકંજામાં લીઘો હતો જેની તલાશી લેવાતા તેના કબ્જામાંથી શેમ્પુ જેવા લિક્વિડના 430 લીટર જેટલો જથ્થો ભરેલા 7 ડ્રમ અને નાની-મોટી બોટલ મળી કુલ રૃા.11,700ની કિંમતનો બીલ કે આધાર વગરનો જથ્થો મળતા પોલીસે સીઆર પીસી 102 હેઠળ શક પડતી મિલકત તરીકે કબજે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...