તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:કાલાવડ હાઈ-વે પર બે કાર વચ્ચે અકસ્માતમાં બેંક કર્મચારીનું મોત

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કારની જોરદાર ટક્કરથી 1 મહિલા ગંભીર: 7 ઈજાગ્રસ્ત સારવારમાં

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવભી ખીજડિયા ગામ નજીક બે કાર વચ્ચે સર્જાયેલો ગમખ્વાર અકસ્માતમાં બેંક કર્મચારી યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે તેની પત્નીની હાલત ગંભીર બની રહી છે. અકસ્માતમાં બંને પક્ષે 7 લોકોને ઈજા પહોંચતા તમામને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ભાવભી ખીજડિયા ગામ પાસે શનિવારે બે કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત થતાં જામનગરથી પરિવાર સાથે જૂનાગઢ જઈ રહેલા બેંક કર્મચારી એવા વિજયભાઈ જૈન (ઉ.વ.37) નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની વિનીતાબેન (ઉ.વ.35)ને ગંભીર ઈજા સાથે હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમના બંને બાળકો ખ્વાઈશ જૈન (ઉ.વ.5) અને મોહનીસ જૈન (ઉ.વ.10)ને પણ સામાન્ય ઈજા સાથે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજી કારમાં સવાર પ્રિયાંશી નંદાણિયા (ઉ.વ.11) અને જીજ્ઞેશ નંદાણિયા (ઉ.વ.35) સહિત એક 11 વર્ષના બાળકને પણ ઈજા પહોંચતા તમામ લોકોને 108 મારફતે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અકસ્માતમાં પિતાનું મોત, માતા ગંભીર, બાળકો ગમગીન બન્યા
ભાવભી ખીજડિયા નજીક સર્જાયેલા અકસ્માતમાં જામનગરના પરિવારનો માળો વિંખાઈ ગયો છે જ્યાં એક બાજુ વિજયભાઈ જૈનનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની પત્ની વિનીતાબેન ગંભીર હાલતમાં સારવાર લઈ રહી છે ત્યારે તેમના ફૂલ જેવા બે બાળકો હોસ્પિટલમાં એકલા બેસીને ગમગીની સાથે આવતા-જતા લોકોને જોતા રહેતા કઠણ કાળજાના માનવીનું પણ હૃદય કંપી ઉઠ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો