જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં તેમજ કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં આત્મહત્યાના બે કિસ્સા બન્યા છે. નીકાવા ગામના વૃદ્ધિ મહિલાએ ગળાફાંસા દ્વારા આપઘાત કરી લીધો છે. જયારે મીયાત્રા ગામની બાવીસ વર્ષીય યુવતીએ ઝેર પી લઇ આપઘાતનું પગલું ભર્યું છે.
કાલાવડ તાલુકાના નિકાવા ગામમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા લાભૂબેન બાબુભાઈ શિંગાળા નામના 70 વર્ષના વૃદ્ધ મહિલા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી પગમાં કળતર અને ઘૂંટણના દુ:ખાવાની બીમારીથી પીલાતા હતા. જેનાથી કંટાળી જઈ ગઈકાલે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ અંગે બાબુ ભાઈ કેશાભાઈ શિંગાળાએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
આત્મહત્યાનો બીજો બનાવ જામનગર તાલુકાના મિયાત્રા ગામમાં બન્યો હતો. ત્યાં રહેતી પીન્ટુબેન ખોડાભાઈ કરમુર નામની બાવીસ વર્ષની યુવતીએ ગઈકાલે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આપઘાત ઓ પ્રયાસ કર્યો હતો. જેથી તેણીને બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમિયાન તેણીનું મૃત્યુ નિપજ્યું છે. આ બનાવ અંગે મૃતક ના ભાઈ લાલાભાઇ ખોડાભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.