સંયમના માર્ગે પ્રયાણ:જામનગરમાં 25 વર્ષીય યુવતીએ આજે દીક્ષા ગ્રહણ કરી, શહેરમાં વરસીદાનનો વરઘોડો યોજવામા આવ્યો

જામનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જયંતીલાલ મોહનલાલ શાહ પરિવારના ત્રણ સંતાનોએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો
  • આગામી 21 ડીસેમ્બરે ભાઈ-બહેન દીક્ષા ગ્રહણ કરશે

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા શાહ પરિવારના 10 વર્ષથી 25 વર્ષ સુધીના 3 સંતાનોએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યા બાદ આજે એક પુત્રીએ દીક્ષા ગ્રહણ કરી હતી.

આગામી 21 ડીસેમ્બરે અન્ય બે સંતાનો દીક્ષા ગ્રહણ કરશે. તપસ્વીના વરસીદાનનો વરઘોડો શહેરના પેલેસ વિસ્તારના દેરાસરથી શરૂ થઈ સમ્મેત શિખર જિનાલય પહોંચ્યું ત્યાં દીક્ષા મહોત્સવ સંબંધ એ મુમુક્ષુની વાંદોલી, મહેંદી રસમ તેમજ કાલે વરસીદાન ની શોભાયાત્રા સહિતના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.

જામનગર દિગ્વિજય પ્લોટ 45માં રહેતા જયંતીલાલ મોહનલાલ શાહ પરિવારના રૂષભભાઈ શાહની પુત્રી હેતવી ઉ.25 તેમજ જગદીશભાઈ શાહ ના દસ વર્ષના પુત્ર ચૈતેય અને 13 વર્ષ ની બહેન વિરાગીએ દીક્ષા લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં હેતવીએ આજે દીક્ષા ગ્રહણ કરી હતી. ચૈત્ય અને વિરાગી આગામી 21 ડીસેમ્બરે દીક્ષા ગ્રહણ કરશે.

જામનગર શહેરમાં શનિવારે સવારે 8 કલાકથી વરસીદાનની શોભાયાત્રા પેલેશ દેરાશરથી નીકળી સમ્મેત શિખર પૂર્ણ થઈ હતી. તેમજ બપોરે કેસર છાંટણા વસ્ત્ર છાપ ભરવાની વિધિ તે શેઠ પોપટ ધારસી બોર્ડિંગ સ્કૂલમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ તારીખ 21ના રોજ સવારે દીક્ષાવિધિનો પ્રારંભ પણ શેઠ પોપટ ઘારશી બોર્ડિંગ સ્કૂલમાં કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...