જામનગર તાલુકાના સિકકા પંથકમાં રહેતા એક આઠ વર્ષના બાળકને ઘર પાસેથી રમવા માટે તેડી ગયા બાદ પાડોશી એવા સતર વર્ષીય તરૂણે સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્યુ આચર્યુ હોવાનો બનાવ બહાર આવ્યો છે.પોલીસે સગીરને પણ સકંજામાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ સિકકા પંથકમાં રહેતા એક પરીવારનો આઠ વર્ષીય બાળક પોતાના ઘર પાસે રમતો હતો ત્યારે સાંજે એજ વિસ્તારમાં રહેતો એક સતર વર્ષીય તરૂણ તેના ઘર પાસે ગયો હતો અને તેને રમવાના બહાને સોસાયટી બહાર એક અવાવરૂ સ્થળે લઇ ગયો હતો.
જયાં તેની સાથે સૃષ્ટી વિરૂધ્ધનુ કૃત્ય આચર્યુ હતુ. આ સમગ્ર બનાવની ભોગગ્રસ્ત બાળકે પરીવારને વાત કરતા મામલો પોલીસ મથકે પહોચ્યો હતો. આ સંદર્ભે ભોગગ્રસ્તના પરીજનની ફરીયાદ પરથી પોલીસે ત્વરીત કાર્યવાહી હાથ ધરી હતી જેમાં સગીરને પણ પકડી પાડયો હતો.આ બનાવ અંગે પોલીસે મેડીકલ સાથે વધુ તપાસ હાથ ધરી છે. બનાવે સિકકા સહિત પંથકમાં ચકચાર જગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.