દુષ્કર્મ:જામનગર નજીક આવેલા એક ગામમાં 13 વર્ષીય વિદ્યાર્થિની પર દુષ્કર્મ, પાડોશી શખ્સે જ કૃત્ય આચર્યું

જામનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગીરા શાળાએથી ઘરે જઈ રહી હતી ત્યારે બાવળની જાળીમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું

જામનગર તાલુકાના એક ગામમાં રહેતી એક વિદ્યાર્થીનીને સ્કૂલેથી ઘેર મૂકવાના બહાને બાઈકમાં ઉઠાવી જઇ તેના જ પાડોશીએ સગીરાને લગ્નની લાલચ આપી તેણી પર દુષ્કર્મ ગુજાર્યું હતું, અને આ બનાવની કોઈને જાણ ક૨શે તો તેના પરિવારને પતાવી નાખશે, તેવી ધમકી આપી હતી. દરમ્યાન સગીરાની માતાની ફરિયાદના આધારે નરાધમ શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે.

આ ચકચાર જનક બનાવવાની વિગત એવી છે. કે જામનગર તાલુકાના એક ગામમાં રહેતી 13 વર્ષની એક વિદ્યાર્થીની કે જે ગામની શાળામાં અભ્યાસ કરે છે, જે સ્કૂલેથી છૂટીને ગઈકાલે પગપાળા ચાલીને ઘેર જઈ રહી હતી, જે દરમિયાન તેના પાડોશમાં જ રહેતો રાહુલ જેઠાભાઈ સાગઠીયા નામનો 22 વર્ષનો શખ્સ તેની પાસે આવ્યો હતો, અને બાઇકમાં ઘરે પહોંચાડવાના બહાને સગીરાને બાઈક માં પાછળ બેસાડીને ઘેર જવાના બદલે શાળા ની પાછળ બાવળની જાળી લઈ ગયો હતો.જ્યાં સગીરાને પોતે લગ્ન કરી લેશે, તેવી લાલચ આપી તેણી સાથે દૂષ્કર્મ ગુજાર્યું હતું. તેમજ સમગ્ર બનાવ મામલે કોઈને જાણ ક૨શે તો તેના માતા સહિતના પરિવારને પતાવી નાખશે તેવી ધમકી આપી હતી, અને સગીરાને ફરીથી ચૂપચાપ તેણીના ઘેર મૂકીને ભાગી છૂટ્યો હતો.

દરમિયાન ઉપરોક્ત ઘટના અંગેની જાણ તેના માતા-પિતા વગેરેને કરી દેતાં આખરે મામલો પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સગીરાની માતાની ફરિયાદના આધારે રાહુલ જેઠાભાઇ સાગઠીયા સામે દુષ્કર્મ ગુજારવા તેમજ પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની ધરપકડ કરી લીધી છે. જ્યારે સગીરાને તબીબી ચકાસણી માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. આ બનાવે ભારે ચકચાર જગાવી છે.

અન્ય સમાચારો પણ છે...