જામનગરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોવાથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા હાલ 22 ધનવંતરી રથો અને બે સંજીવની રથો શરું કરીને લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે તેમાં રાષ્ટ્રીય મહત્વના સંસ્થાન તરીકે જાહેર થયેલા આયુર્વેદ સંસ્થાનમાં 100 બેડનું કોવિડ કેર સેન્ટર ચાલુ કરવા સાથે ધનવંતરી રથોને દવા સપ્લાય ઉપરાંત આયુષ મંત્રાલય નિર્મિત આયુ-64 દવા હોમ ક્વોરેન્ટાઈન લોકોના હોસ્પિટલાઈઝેશન રોકવા દવા અાપવાનું શરૂ થશે.
જામનગરમાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે, જે બાદ શહેરમાં રર ધનવંતરી રથો શરુ કરવા નિર્ણય લેવાયો હતો. તેમજ બે સંજીવની રથો હોમ ક્વોરેન્ટાઈન દર્દીઓની ફોલોઅપ સારવાર ચેક-અપ માટે ચાલુ કરવામાં આવ્યા છે. તંત્રની કોરોના સામેની આ લડાઈમાં કોરોનાની ઈન્સ્ટીટ્યુટ ફોર ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ (ઈત્રા) સંસ્થા દ્વારા અગાઉની માફક આ લહેરમાં 100 બેડનું કોવીડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવી રહ્યું છે.ઉપરાંત અગાઉની બંન્ને લહેરોની માફક ફાર્મસીમાં ઉત્પાદિત આયુર્વેદિક દવાઓ પણ ધનવંતરી રથોને પુરી પાડવામાં આવશે. આયુર્વેદ સંસ્થાના પાવડર-કવાથ, ગુટી અને વટી તેમજ ભસ્મ અને ભટ્ટી વિભાગમાં દવાઓનું ઉત્પાદન સતત ચાલુ રહે છે. સંસ્થાની જરૂરિયાત મુજબની 95 પ્રકારની દવાઓ બને છે. વર્ષ 20-21 દરમ્યાન કુલ 47,944 કીલો વજનની રૂા.2.51 કરોડની દવાઓ આયુર્વેદની હોસ્પિટલોને તેમજ ધનવંતરી રથોને અપાઈ હતી.
આમ અગાઉની કોરોનાની બે લહેરની માફક હાલના સમયમાં પણ કોરોનાની શરૂ થઈ ચુકેલી ત્રીજી લહેરમાં આયુર્વેદ સંસ્થા દ્વારા શહેરમાં શરુ થઈ રહેલા 22 ધનવંતરી રથોને ખાસ કરીને ગુડુચી અને પથ્યાદી ક્વાથ જેવી દવાઓ પુરી પાડવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.