કાર્યવાહી:શહેરમાં દુકાનમાંથી નશાકારક કેફી પીણાની 93 બોટલ ઝડપાઈ

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધી સોડા શોપમાં દરોડો, રૂ.13932 નો મુદામાલ કબ્જે
  • ​​​​​​​કાલમેઘશ્વા અને ​​​​​​​સ્ટોનેરીસ્ટા આસ્વા અરીષ્ઠા પીણાનો સમાવેશ

જામનગરમાં ગાંધી સોડા શોપમાં પોલીસે દરોડો પાડી નશાકારક કેફી પીણાની 93 બોટલ પકડી પાડતા ચકચાર જાગી છે. પોલીસે રૂ.13932 નો મુદામાલ કબ્જે કર્યો છે. કેફી પીણામાં કાલમેઘશ્વા અને સ્ટોનેરીસ્ટા આસ્વા અરીષ્ઠા પીણાનો સમાવેશ થાય છે.

જામનગરમાં એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે પંચેશ્વર ટાવર પાસે આવેલી ગાંધી સોડા શોપ નામની દુકાનમાં નશાકારક કેફી પીણાનું વેંચાણ થઇ રહ્યાન બાતમી મળી હતી. આથી એસઓજીએ દરોડો પાડી ગાંધી સોડા શોપમાંથી કાલમેઘાશ્વા અસ્વ અરીષ્ઠાની 18 અને સ્ટોનેરીસ્ટા અસ્વા અરીષ્ઠાની 75 મળી કુલ 93 બોટલ કિંમત રૂ.13932 ની મતા કબ્જે કરી હતી. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...