જામનગર શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં સાગર એપાર્ટમેન્ટના એક ફલેટમાં રહેતી મહિલા દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહયું હોવાની બાતમીના આધારે સીટી-સી ડિવિઝન પોલીસે દરોડો પાડી બે માતા પુત્રીઓ સહિત નવ મહિલાઓને જુગાર રમવા અંગે પકડી પાડી છે.
શહેરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલા મયુર સાગર એપાર્ટમેન્ટ ના ફ્લેટ નંબર 303 માં રહેતી ભારતીબા રાજેન્દ્રસિંહ પ્રભાતસિંહ ઝાલા નામની મહિલા દ્વારા પોતાના ફ્લેટમાં બહારથી અન્ય સ્ત્રીઓને એકત્ર કરીને જુગારધામ ચલાવવામાં આવી રહ્યું છે, તેવી બાતમી મળતાં ફ્લેટ પર દરોડો પાડ્યો હતો, ત્યાં 9 મહિલા ગંજીપાના વડે જુગાર રમતી હતી.
આથી પોલીસે મકાનમાલિક ભારતીબા રાજેન્દ્રસિંહ ઝાલા, ઉપરાંત નીતાબેન રાજેશભાઈ પરેશા, સવિતાબેન મનુભાઈ પરેશા નામની માતા-પુત્રી, વનિતાબેન હિતેષભાઇ પરેશા ઉપરાંત સગુણાબેન પ્રવીણભાઈ ખાંડેખા, સોનલબેન જીવણભાઈ શાખરા, પુરીબેન જીવણભાઈ સાખરા નામની માતા-પુત્રી, પમીબેન રામભાઈ બારીયા, અને અફસાના બેન સીદીકભાઈ ખફી વગેરે ની અટકાયત કરી લીધી હતી, અને તેઓ પાસેથી રૂપિયા 38,900ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.