તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 9 કેસ, સારવાર દરમિયાન 3 દર્દીના મોત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 18 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા

જામનગર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જિલ્લામાં આજે કોરોનાના નવા 9 કેસ નોંધાયા છે તો કોરોનાની સારવાર દરમિયાન 3 દર્દીઓના મોત નોંધાયા છે.

જામનગર જિલ્લામાં એક સમયે દરરોજ 700 આસપાસ કોરોનાના કેસ નોંધાતા હતા. પરંતુ, છેલ્લા કેટલાક દિવસથી કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જામનગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 9 નવા કેસ નોંધાતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. તો બીજી તરફ કોરોનાની સારવાર દરમિયાન છેલ્લા ચોવીસ કલાક દરમિયાન 3 દર્દીઓના મૃત્યુ નિપજ્યા હતા. આજે 18 દર્દીઓ કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.

જામનગર જિલ્લામાં આજે 9 કેસ નોંધાયા છે. જેમાં 6 કેસ શહેરી વિસ્તારમાં તો 3 કેસ ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા છે. જિલ્લામાં રાહતની વાત એ છે કે, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં 18 દર્દી કોરોનાને માત આપવામા સફળ રહ્યા છે.જામનગર શહેરમાં અત્યાર સુધીમાં 4 લાખ 08 હજાર 343 લોકોના અને ગ્રામ્ય વિસ્તારમાં 2 લાખ 97 હજાર 966 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...