તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જામનગરના પાણાખાણ વિસ્તારમાં સીટી સી પોલીસે તિનપતિનો જુગાર રમતા નવ પરપ્રાંતિય શ્રમિકને પકડી પાડી રૂ.11,200ની રોકડ કબજે કરી હતી.જયારે ધ્રોલના ખારવામાં જુગાર રમતા પાંચ શખ્સો પોલીસના સકંજામાં સપડાયા હતા. પોલીસસુત્રોમાંથી મળતી વિગત જામનગરમાં સીટી સી પોલસની ટુકડીને પેટ્રોલિંગ વેળાએ પાણા ખાણવિસ્તારમાં શેરી નં.8 પાસે અમુક શખ્સો એકત્ર થઇ જુગાર રમતા હોવાની માહિતી મળી હતી જેના આધારે પોલીસ ટુકડી ત્વરીત ધસીજતા નવેક શખ્સ જુગાર રમતા માલુમ પડયા હતા.આથી પોલીસે ચંદ્રકુમાર દિનાનાથ રોય, વિક્રમકુમાર રઘુનીભાઇ રાય, બીન્ટુકુમાર પરશુરામ રાય, સુભાષ શિવમૂર્તિ યાદવ, રામજી હલદરભાઇ રાય, ધર્મેન્દ્ર ગનેશકુમાર સીંગ, ધીરજકુમાર પપ્પુભાઇ સીંગ, વિનોદ ઘનશ્યામભાઇ રાય અને દિનેશ ભુવનેશ્વરભાઇ રાયને પકડી પાડી રૂ.11,200ની રોકડ કબજે કરી હતી.
જયારે ધ્રોલના ખારવા ગામ પાસે ખરાવાડ વિસ્તારમાંથી પોલીસે જયંતિભાઇ ખીમજીભાઇ પરમાર,લક્ષ્મણ વેજાભાઇ મુંધવા,દિનેશ ભીખાભાઇ ચાવડા, જીવણ વશરામભાઇ ચાવડા તેમજ દેવજી માલાભાઇ ચાવડાને પકડી પાડી રૂ.4,950ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. જામનગરના બેડીમાં મરીન પોલીસની ટીમે એકીબેકીના આંકડા બોલી જુગાર રમતા અકબર ઉર્ફે બટેટો ઓસમાણભાઇ અને ગુલામ ઉર્ફે લંગડો મામદભાઇ ચમડીયાને પકડી પાડી રોકડ સહિતની માલમતા કબજે કરી હતી.પોલીસે ત્રણેય સ્થળે પકડાયેલા સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.