કરૂણા અભિયાન:ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે ઉત્તરાયણના દિવસે 9 કેન્દ્ર કાર્યરત કરાશે

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જામનગર શહેર-જિલ્લામાં પક્ષીના જીવ બચાવવા માટે વન વિભાગનું સ્તુત્ય કાર્ય

જામનગર વન વિભાગ દ્વારા કરૂણા અભિયાન અંતર્ગત મકરસંક્રાંતિના એક દિવસ ઈજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે શહેર-જિલ્લામાં કુલ 9 સારવાર કેન્દ્ર કાર્યરત કરવામાં આવશે. શહેરમાં ગાંધીનગર, લાલપુર ચોકડી, સાત રસ્તા સર્કલ નવાગામઘેડ તેમ કુલ છ સ્થળ પર પક્ષી માટે સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવશે. વન વિભાગ દ્વારા હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. જેના પરથી કરુણા અભિયાનની માહિતી મેળવી શકાશે.

જામનગર વન વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 ને મકરસંક્રાંતિના એક દિવસ સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્વયંસેવકોના સહયોગથી કરૂણા અભિયાન અંતર્ગત ઇજાગ્રસ્ત પક્ષીની સારવાર અને બચાવ કામગીરી કરવામાં આવશે. આ માટે જામનગરમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરી, સાઈબાબા બર્ડ હાઉસ નવાગામ ઘેડ, લાખોટા નેચર ક્લબનું ડિકેવી કોલેજ પાસે, કુદરત ગ્રુપ રેલ્વે સ્ટેશન ગાંધીનગર પાસે, શીવ દયા ટ્રસ્ટ લાલપુર ચોકડી પાસે, નિસર્ગ નેચર એન્ડ એડવેન્ચર ક્લબ ગોકુલ નગર જકાતનાકા પાસે, જન સેવા ફાઉન્ડેશન સાત રસ્તા પાસે, ખીજડીયામાં પક્ષી અભ્યારણ્ય, જોડીયામાં રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરી તાલુકા પંચાયતની બાજુમાં, ધ્રોલમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસ કચેરી નોર્મલ રેન્જ રાજકોટ જામનગર હાઇવે, જામજોધપુમાં રેન્જ ઓફિસ કચેરીએ, લાલપુરમાં રેન્જ ઓફિસની કચેરી, કાલાવડમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસની કચેરી, સિક્કામાં ફોરેસ્ટ ઓફિસરની કચેરી, મરીન નેશનલ પાર્ક જકાતનાકા પાસે પક્ષી સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવશે.

ઉતરાયણના દિવસે આટલું ન કરવું હિતાવહ
-સવારે 9 વાગ્યા પહેલા કે સાંજના પાંચ વાગ્યા પછી પતંગ ચગાવી નહીં
-તુક્કલ ચગાવી નહિ
-ચાઈનીઝ, સિન્થેટિક કે કાચ પાયલી દોરીનો પતંગ ચગાવવામાં ઉપયોગ ન કરવો
-રાત્રિના સમયે ગુબ્બારા કે ફુગ્ગા ન ચગાવો
-ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરવી, સારવાર સ્થળ સુધી પહોંચાડો

વોટસએપથી કરુણા અભિયાનની વિગત મળશે
વન વિભાગ દ્વારા વન વિભાગનો હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 8320002000 આ નંબર પર વોટ્સઅપમાં કરૂણા ટાઈપ કરીને મોકલવાથી કરૂણા અભિયાનની માહિતી મળી શકશે. એનિમલ એમ્બ્યુલન્સ માટે 1962 અને વીજ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર 19122 અથવા 1800233155333 પર સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...