મહેનતનું પરિણામ:જામનગરમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 89.39% પરિણામ જાહેર, જિલ્લામાં 76 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો

જામનગર22 દિવસ પહેલા
  • ગુજરાતમાં પહેલા ક્રમાંકે અને છઠ્ઠા ક્રમે આવેલા તમામ વિદ્યાર્થીઓને સી.એ બનવાની ઈચ્છા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સની પરિણામ બાદ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લાનું 89.39% પરિણામ જાહેર થયું હતું. જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 6335 વિદ્યાર્થીઓ પૈકી 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 1435 વિદ્યાર્થીઓએ A2, 753 ગ્રેડ મેળવ્યો છે.

બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી. જામનગર જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિમાણ જાહેર થતાં જિલ્લાના 6335 વિદ્યાર્થીઓ પૈકી 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 1435 વિદ્યાર્થીઓએ A2, 753 ગ્રેડ મેળવ્યો છે.

ધવલ દતાણી,ધો.12 ગુજરાત માં A 1 પ્રથમ રેન્ક
ધવલ દતાણી,ધો.12 ગુજરાત માં A 1 પ્રથમ રેન્ક

જામનગરના ધવલ દાતાણી ગુજરાતમાં પ્રથમ રેન્ક મેળવ્યા છે ત્યારે તેને જણાવ્યું હતું કે, હું ધોરણ 9થી વધુ સ્કૂલમાં અભ્યાસ કરું છું અન્ય ધોરણ 11નું ઓનલાઈન અભ્યાસ કર્યો હતો. જ્યારે પણ સ્કૂલ નો સારો સપોર્ટ મળ્યો છે. ત્યારે ધોરણ-12માં ટીચર ગાઈડન્સ અને મારી બહેનને ગુજરાતભરમાં ફર્સ્ટ આવી હતી. તેનો પણ સપોર્ટ રહ્યો છે. હું ડેઇલી 6થી 7 કલાક વાંચન કરતો હતો અને દરરોજ દરરોજ વાંચન કરતો હતો અને હું આગામી સમયમાં સી.એ બનવા માગું છું અને રેગ્યુલર ટેસ્ટ આપો તે વિદ્યાર્થીને કહેવા માગું છું. જ્યારે કોઈ પણ ડાઉટ હોય ત્યારે માતા-પિતાને સોલ કરી દેતા એમ જણાવ્યું હતું.

ચિરાગ ભેંસદડિયા, ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતમાં ત્રીજા ક્રમે રેન્ક
ચિરાગ ભેંસદડિયા, ધો.12 સામાન્ય પ્રવાહમાં ગુજરાતમાં ત્રીજા ક્રમે રેન્ક

ચિરાગ ભેંસદડિયા જણાવ્યું હતું કે. આજે આજે ધોરણ 12 કોમર્સ નું રીઝલ્ટ જાહેર થયું છે સમગ્ર ગુજરાતમાં ત્રીજો રેન્ક આવ્યો છે. આ બદલ હું બધા સ્ટુડન્ટને એટલું જ કહેવા માગું છું કે દરરોજ દરરોજ નું વાંચન કરવું જોઈએ અને દરરોજ પાંચથી 6 કલાક રિડિંગ કરવું જોઈએ. જ્યારે આ રેન્ક લાવવામાં મારા પેરેન્ટ્સ તેમજ સર્વે ગુરુજનોને સારો સપોર્ટ મળ્યો છે હું આગામી સમયમાં સી.એ બનવા માગું છું

રીંકિત ખાંઘડીયા,ધો.12 સામાન્ય ગુજરાતમાં 6 ક્રમે રેન્ક
રીંકિત ખાંઘડીયા,ધો.12 સામાન્ય ગુજરાતમાં 6 ક્રમે રેન્ક

રીંકિતે જણાવ્યું હતું કે, હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. છેલ્લા બે વર્ષથી મોદી સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને હાલમાં ધોરણ 12નુ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે. તેમાં સમગ્ર ગુજરાતમાં છઠ્ઠા નંબરનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. હું જ્યારે આવનારા વિદ્યાર્થીઓ ને એટલું જ કહેવા માગું છું કે, તેઓ દરરોજ દરરોજ વાંચન કરે અને પ્રોપર ગાઇન્ડ્સ મેળવે અને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તેમના માતા-પિતા અને મિત્ર વર્તુળ તેમજ શિક્ષકો સાથે ચર્ચા વિચારણા કરે. જ્યારે મારા પરિણામ પાછળનું ખાસ કારણ મારા માતા-પિતા અને શિક્ષકો છે અને શિક્ષકો નો ખુબ ખુબ આભારી છું અને હું રોજ પાંચથી છ કલાક વાંચન કરતો હતો અને આગળ બનવાની મેઇનછા રાખું છું જેથી હું દેશને સહકાર આપીશું.

અન્ય સમાચારો પણ છે...