જામનગર નજીકના શેખપાટ પાસે અમદાવાદના ચાર વેપારીઓ પાસેથી મોટરસાયકલમાં આવેલા શખ્સોએ 80 હજારની લૂંટ અને એક મોબાઈલ ફોનની લૂંટ ચલાવી હતી. જે બાદ લૂંટારૂઓ ફરાર થઈ ગયા હતા. પોલીસને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવતા પોલીસે વેપારીઓ પાસે માહિતી મેળવી લૂંટારાઓને પકડવા માટે શહેરમાં અલગ-અલગ જગ્યાએ તેમજ જિલ્લામાં નાકાબંધી કરી હતી.
અમદાવાદથી કટલેરીની વસ્તુઓનો વેપાર કરવા 4 વેપારી સલાયા આવ્યા હતા. આ દરમિયાન વેપાર કરીને પરત જતા હતા, ત્યારે જામનગરના ખીજડીયા બાયપાસ થી આગળ શેખપાટ પાસે ચારેય વેપારીઓ ટેમ્પો સાઇડમાં રાખીને ઝાડ નીચે આરામ કરવા માટે ઉભા રહ્યા હતા. તે દરમિયાન બે શખ્સો મોટરસાયકલ લઈ આવ્યા અને ટેમ્પોમાં ઘૂસી ટેમ્પોની અંદર ખાનામાંથી વેપારના રૂપિયા 80 હજાર લૂંટ કરી તથા એક શખ્સે નીચે ઉતરીને એક વેપારીના ખિસ્સામાંથી મોબાઇલ પણ લૂંટી ગયાની ઘટના સામે આવી છે.
આ ઘટનાને લઈ વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઇ હતી. જેથી તાત્કાલિક જામનગર એલસીબી અને પંચકોશી એ ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી અને મોબાઇલ નેટવર્ક આધારિત લૂંટારૂઓને ઝડપવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. લૂંટની ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી વેપારીઓ પાસે માહિતી મેળવી લૂંટારાઓને પકડવા માટે શહેરમાં અલગ-અલગ જગ્યાએ તેમજ જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.