મતદાન:હાલારમાં સુરક્ષા કર્મીઓનું 80% મતદાન

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બન્ને જિલ્લાઆેમાં 3394 મતો પડ્યા
  • મતદાન માટે લાંબી કતારો લાગી

આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ફરજમાં રહેનારા પોલીસ, હોમગાર્ડઝ અને જીઆરડીના જવાનો માટે હાલારમાં પોસ્ટલ બેલેટથી મતદાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 7 બેઠકો માટે સરેરાશ 80 ટકા જેટલું મતદાન નોંધાયું છે.

જામનગરમાં પોસ્ટલ બેલેટ વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં સુરક્ષા કર્મચારીઓએ લાંબી કતારો લગાવી હતી. વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ મતદાન 1લી ડિસેમ્બરના રોજ થવાનું છે ત્યારે જામનગરની પ્રભુલાલ સંઘરાજ શાહ સ્કૂલમાં મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું.

તેમજ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ટાઉનહોલમાં મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું હતું. જેમાં યુનિફોર્મમાં સજ્જ સુરક્ષા કર્મીઓએ મતદાન માટે ભારે ઉત્સાહ દેખાડ્યો હતો. પોલીસના 959, હોમગાર્ડ 1357 અને આરડીના 783 જવાનો મળી કુલ 3099 મતદારોમાંથી કુલ 2480 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દ્વારકા જિલ્લામાં પણ પોલીસ, હોમગાર્ડઝ અને જીઆરડીના નોંધાયેલા 978માંથી 914 જવાનોએ મતદાન કર્યું હતું. આમ, હાલારમાં પોસ્ટલ બેલેટનું મતદાન સરેરાશ 80 ટકા જેટલું રહ્યું હતું. મતદાન વેળાએ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી તેમજ ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...