સફળતા:80 ટકા દિવ્યાંગ યુવાન ફકત 2 મહિનામાં મોબાઈલ રીપેરીંગ શીખી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાે છે

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સગા સંબંધીઓ પાસેથી રૂ. 86000 લઈ મોબાઈલ રીપેરીંગની દુકાન શરૂ કરી છે

ખંભાળિયાના શક્તિનગરમાં વિસ્તારમાં રહેતા બંને પગે 80 ટકા દિવ્યાંગ ચોપડા સંગમ મનજીભાઈએ જામનગરમાં 2 મહિનામાં મોબાઈલ રીપેરીંગની તાલીમ લઈ સગા સંબંધીઓ પાસેથી રૂ. 86000 લઈ ખંભાળિયામાં મોબાઇલ રીપેરીંગ દુકાન શરૂ કરી પોતાનાઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.

ચોપડા સંગમભાઈએ જણાવ્યું હતું કે પરિવારમાં મારા સિવાય માતા-પિતા છે. અભ્યાસમાં બી.એ પોલિટિક્સ કર્યું છે. તેમ છતાં નોકરી ન મળતા 12 વર્ષ બ્રાસપાર્ટ માં છુંટુ છવાયું કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો હતો. પરંતુ જામનગરના આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના નેજા હેઠળ ચાલતા દિવ્યાંગ ભાઈઓ માટે મોબાઈલ રીપેરિંગની વિનામૂલ્યે સ્ટાઈપેન્ડ સાથે આપવામાં આવતી તાલીમ લેવાનું નક્કી કર્યું અને 1 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર 2021 સુધી તાલીમ લીધી હતી.

તાલીમ લીધા બાદ સગા સંબંધીઓ પાસેથી રૂ. 86000 લઈ ખંભાળિયામાં મોબાઈલ રીપેરીંગ દુકાન શરૂ કરી છે. દુકાન ખર્ચ કાઢતા દર મહિને રૂ 6,000 થી વધુની આવક થતા કુટુંબની જવાબદારી સારી રીતે નિભાવું રહ્યો છું.

ઓછી મૂડી સાથે મોબાઇલ રીપેરીંગ સરળતાથી કરી શકાય
વર્તમાન સમયમાં જે મોબાઇલ દરેકની જરૂરિયાત બની ગઈ છે. મોબાઈલ રિપેરિંગમાં દિવ્યાંગ ઓછી મૂડી સાથે સારી રોજગારી મેળવી શકે છે. 15 દિવ્યાંગ તાલીમાર્થીઓમાથી સંગમ ભાઈ મોબાઈલ રીપેરીંગ દુકાન શરૂ કરી છે જ્યારે અન્ય બે તાલીમાર્થીઓ આવનારા સમયમાં મોબાઇલ રીપેરીંગનું કામ શરૂ કરશે.> ભદ્રા રાજેશ, મોબાઇલ રીપેરીંગ ટ્રેનર, જામનગર.

અન્ય સમાચારો પણ છે...