જામનગરમાં મહતમ અને લઘુતમ તાપમાન ગગડતા લોકોએ ગરમીમાં રાહત અનુભવી હતી. ઠંડા પવનના કારણે સવારે અને રાત્રિના ખુશનુમા વાતાવરણ જોવા મળ્યું હતું. ભેજનું પ્રમાણ 80 ટકાએ પહોંચતા બફારાથી લોકો અકળાઇ ઉઠયા હતાં. જામનગર શહેરમાં ગુરૂવારે મહતમ તાપમાન 38 ડિગ્રી નોંધાતા લોકોએ તીવ્ર ગરમીનો અનુભવ કર્યો હતો. જો કે, છેલ્લાં પૂરા થતાં 24 કલાક દરમ્યાન મહતમ તાપમાન 2 ડિગ્રી ઘટતા શુક્રવારે મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. બીજી બાજુ 2.5 ડિગ્રી ઘટીને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી નોંધાયું હતું.
મહતમ અને લઘુતમ બંને તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે આકરા તાપમાં ઘટાડો થતા લોકોએ રાહત અનુભવી હતી. છેલ્લા 24 કલાકમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80 ટકા રહ્યું હતું. જેના પગલે બફારાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વહેલી સવારે અને રાત્રીના ઠંડા પવનોના કારણે ખુશનુમા વાતાવરણનો અનુભવ શહેરીજનોએ કર્યો હતો. એક જ દિવસમાં મહત્તમ અને લઘુતમ બન્ને તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થતાં તીવ્ર ગરમીમાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, આગામી દિવસાેમાં ગરમી વધે તો નવાઇ નહી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.