જામજોધપુર પંથકના ગીંગણીમાં જુગાર સંબંધિત દરોડો પાડી પોલીસે સાત મહિલા સહિત 8ને પકડી પાડયા હતા. ઇશ્વરીયા અને પાળેશ્વરનેશમાં દરોડામાં 5 પકડાયા હતા, છ નાશી છુટયાનુ ખુલ્યુ છે. ગીંગણીમાં અમુક લોકો એકત્ર થઇ જુગાર રમતા હોવાની બાતમી પરથી સ્થાનિક પોલીસે દરોડો પાડયો હતો જે વેળા મહિલાઓ સહિત આઠેક જુગાર રમતા માલુમ પડયા હતા.
આથી પોલીસે ઇન્દ્રપાલ હરિકિશન કુશવાડા ઉપરાંત દયાબેન નાથાભાઇ વિંઝુડા,રામીબેન જેન્તીભાઇ મકવાણા, લાભુબેન બાબુભાઇ ચૌહાણ, મુકતાબેન વેલજીભાઇ ગુજરાતી, ઇન્દુમતિબેન કાંતીભાઇ લાડાણા, લાભુબેન મહોનભાઇ ડાભી અને દયાબેન ચનાભાઇ પરમારને પકડી પાડી રોકડ સહિતની મતા કબજે કરી હતી. જયારે ઇશ્વરીયા ગામે પોલીસે જુગાર અંગે દરોડામાં પુંજાભાઇ અરજણભાઇ બડીયાવદરાને પકડી પાડી રોકડ કબજે કહી હતી
જયારે દરોડા વેળા સવદાસ લખમણભાઇ બડીયાવદરા, પુનાભાઇ માલદેભાઇ બડીયાવદરા, નારણભાઇ રામાભાઇ બડીયાવદરા અને કારાભાઇ દેવાભાઇ બડીયાવદરા નાશી છુટયાનુ ખુલતા પોલીસે શોધખોળ હાથ ધરી છે.જામજોધપુરના પાળેશ્વર નેશમાં ઘાસના ગોડાઉન પાસે પોલીસે જુગાર રમતા દેવરાજભાઇ ભીખાભાઇ કટારા, ગાંગા બધાભાઇ કોડીયાતર,સોહિલ ઉર્ફે શ્યામ જમનભાઇ પરસાણીયા અને હિરાભાઇ મુળુભાઇ વાઢેરને પકડી પાડી રોકડ કબજે કરી હતી.જયારે દરોડા વેળા મેહુલ બિજલભાઇ કટારા અને અનિલ કાનાભાઇ કટારા ફરાર થયાનુ જાહેર થયુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.