દુર્ઘટના:દરેડમાં બાઈકે હડફેટે લેતા મહિલાએ તેડેલો 8 માસનો પુત્ર હવામાં ફંગોળાઈ ગયો, મોત

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મારવાડીવાસમાં રહેતી મહિલા રાત્રે પોતાના પુત્રને લઈને જઈ રહી હતી ત્યારે બનેલી દુર્ઘટના, માતાને ઈજા

જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગોજારો અકસ્માત બન્યો હતો. મહિલા પગપાળા ચાલીને પોતાના આઠ માસના પુત્રને લઈને પગપાળા ચાલીને જઈ રહી હતી, જે દરમિયાન રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં પાછળથી આવતા બાઈક ચાલકે ઠોકરે ચડાવતાં તેના હાથમાં રહેલું બાળક ઉછળીને જમીન પર ફેંકાયું હતું તેનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મહિલા પણ ઘાયલ થઈ છે. પોલીસે બાઈક સામે ગુનો નોંધ્યો છે. દરેડ વિસ્તારમાં મારવાડી વાસમાં રહેતી કનીયાબેન ધર્મેશભાઈ રાઠોડ નામની 22 વર્ષની યુવતી પોતાના 8 માસના બાળકને હાથમાં રાખીને પગપાળા ચાલીને વસ્તુ લેવા માટે જઈ રહી હતી.

જે દરમિયાન રાત્રિના 11.00 વાગ્યાના અરસામાં પાછળથી પૂરપાટ વેગે આવી રહેલા જી.જે.-10 બી.એ. 5003 નંબરના બાઈકના ચાલકે કનીયાબેન ને ઠોકરે ચડાવતાં તેણી ગંભીર સ્વરૂપે ઘાયલ થઈ હતી અને ફેક્ચર સહિતની ઈજા થઈ છે. બનાવ વેળાએ તેના હાથમાં રહેલું 8 માસનું બાળક હાથમાંથી ઉછળીને માર્ગ પર દૂર ફેંકાયો હતો, અને તેને હેમરાજ સહિતની ગંભીર ઈજા થતાં સ્થળ પર બેશુદ્ધ બન્યો હતો.

જેને તાબડતોબ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું. માતાની હાથમા જ રહેલા બાળકનું મૃત્યુ નિપજતાં તેણીએ હૈયાફાટ રૂદ્દન કર્યું હતું.આ અકસ્માતના બનાવવા અંગે કનીયાબેનના પતિ ધર્મેશ ભાઈ મારવાડીએ પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે. જે પણ ઇજાગ્રસ્ત બન્યો હોવાથી સારવાર મેળવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...