વરરાજાની ગાડીને અકસ્માત નડ્યો:ધ્રોલ નજીક જાનની ગાડી અને એસ.ટી.બસ વચ્ચે અકસ્માત, એકનું મોત, વરસાજા સહિત 8 લોકોને ઈજા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટથી ખીજડીયા ગામે જાન જતી હતી, ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

જામનગર- રાજકોટ હાઈવે પર ધ્રોલ નજીક જાનની ગાડીને અકસ્માત નડ્યો હતો. રાજકોટથી ખીજડીયા ગામે જતી જાનનો અકસ્માત થયો હતો. વરરાજાની કાર અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં કાર ચાલકનું મોત થયું હતું. તેમજ વરરાજા સહિત 8 લોકોને ગંભીર ઇજા પહોંચી હતી.

પડધરી પાસે અકસ્માત નડતા કાર ચાલકનું મોત
રાજકોટથી જામનગર હાઇવે પર આવેલા સાઈબાબાના મંદિર પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રાજકોટથી ખીજડીયા ગામે જતી જાનની ગાડીને અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં વરરાજાની કાર અને એસટી બસ વચ્ચે અકસ્માત થતા એકનું મોત થયું છે. મળતી માહિતી મુજબ રાજકોટથી જતી જાનને પડધરી પાસે અકસ્માત નડતા કાર ચાલકનું મોત થયું છે. તેમજ વરરાજા સહિત 5 પુરૂષ અને મહિલાઓ તેમજ 3 બાળકોને ઈજા પહોંચી છે. જેઓને સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...