જામનગર શહેરમાં છેલ્લા એક સપ્તાહથી વીજતંત્ર દ્વારા પ્રિમોન્સુન કામગીરીને લઇને જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે શુક્રવારે 132 કે.વી. નાઘેડી સબ સ્ટેશનમાંથી નીકળતા તમામ 11 કેવી ફિડરો માંથી વીજ પુરવઠો મેળવતા જુદા જુદા આઠ વિસ્તારોમાં અને શનિવારે કેવી સુભાષ બ્રિજ ફીડરમાં વીજકાપ લાદવામાં આવ્યો છે.જેથી આજે જામનગર શહેરના 30 ટકા એરિયામાં સવારે 7 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી જ્યારે શનિવારે સવારે 8બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે.
આથી ફરી એકવાર આજે શેહરના 30 ટકા એરિયામાં લોકો પરસેવે તરબોળ થશે.જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં જેટકો કંપની દ્વારા પ્રિમોન્સુન કામગીરીના ભાગરૂપે એક સપ્તાહથી જુદા જુદા વિસ્તારોમાં વીજકાપ લાદવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે શુક્રાવારે જામનગરના નાઘેડીના 132 કે.વી. સબ સ્ટેશન માંથી અને શનિવારે કે.વી સુભાષ ફીડર માંથી નીકળતા તમામ ઇલેવન કેવીના ફિડરોમાં વીજ પુરવઠો પુરો પાડવામાં આવતો હોય તેવા વિસ્તારોમાં પણ સવારે 7વાગ્યાથી બપોરે 2વાગ્યા સુધી શટડાઉન રાખવામાં આવ્યું છે.
જેને કારણે આજે જામનગર શહેરના 30 ટકા એરિયામાં સવારે સાત વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધી વીજકાપ રહેશે. ઉલ્લેખનીય છે કે ગુરુવારે પંચેશ્વર ટાવર વિસ્તાર, બેડી ગેટ, જયશ્રી ટોકીઝ વાળો વિસ્તાર, નવાનગર સ્કૂલ આસપાસ નો એરિયા, ઉપરાંત ટાઉનહોલ, ખાદી ભંડાર, પંજાબ બેંક, દયારામ લાઇબ્રેરી, સજુબા સ્કૂલ, કડીયાવાડ, રણજીત રોડ વગેરે વિસ્તારોમાં સવારે 7.00 વાગ્યાથી લઈને બપોરે 2.00 વાગ્યા સુધી પ્રિમોન્સુન કામગીરીને લઇને વીજકાપ રહ્યો હતો.
આ વિસ્તારમાં વીજળી ડૂલ થશે
બાલાજી પાર્ક, રેસીડેન્સી ડિફેન્સ કોલોની, ગાયત્રીનગર કોલોની સમર્પણ હોસ્પિટલ તથા ક્વાટર વિસ્તાર, વુલન મિલ, ખેતીવાડી ફાર્મ, શ્રીનગર એપાર્ટમેન્ટ, હોટલ જાગૃતિ, રાજનગર એપાર્ટમેન્ટ, મોટર ગેરેજ, અંધાશ્રમ, ખોડીયાર કોલોની, કામદાર કોલોની, મેહુલ સિનેમા,મેહુલ નગર, નીલકમલ, હિમાલય સોસાયટી, સૈનિકવન વગેરે.
શનિવારે આ વિસ્તારના વીજકાપ
મોહન નગર, નારાયણ નગર, બચુનગર, આશાપુરા ખડકી, જુનો કુંભારવાડા, ભોંયવાડો વિસ્તારમાં સવારે 8 થી 1 વીજળીનો કાપ રહશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.